મનોરંજન

અક્ષય કુમાર સાથે સેલ્ફી લેવા આવેલી છોકરી સાથે કર્યું રુડ વર્તન? યુઝર્સે કહ્યું, “કઈ વાતનો આટલો એટીટ્યુડ ?”

દેશના અસલી હીરો પાછળ પડી ગઈ એક યુવતી, જુઓ પછી શું થયું

બોલીવુડના સેલેબ્રિટીઓ જ્યાં પણ જાય છે તેના ચાહકો તેમની આસપાસ વીંટળાઈ વળે છે, અને ચાહકો ઇચ્છતા હોય છે કે તે તેમના મનગમતા અભિનેતા કે અભિનેત્રી સાથે એક સેલ્ફી લે. તેમાં પણ અક્ષય કુમારના ચાહકો તો દુનિયાભરમાં ફેલાયેલા છે. ઘણીવાર આપણે જોયું છે કે ચાહકો તેમની સાથે તસવીર ખેંચાવવા ઈચ્છે છે, ઘણીવાર અક્ષય તેમની આ ઈચ્છા પૂર્ણ પણ કરે છે. પરંતુ ઘણીવાર તેમના ચાહકોને નિરાશ પણ થવું પડતું હોય છે.

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અક્ષય કુમાર એક ચાહક સાથે રુડ થતો જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ચાહકો સોશિયલ મીડિયામાં લોકો અક્ષયને ટ્રોલ કરવા લાગી ગયા છે.

હાલમાં જ જયારે અક્ષય લંડનથી મુંબઈ પરત આવ્યો તો એરપોર્ટ ઉપર તેને જોઈને તેની એક ચાહક તેની સામે આવી ગઈ અને બોલવા લાગી કે “હું તમારી બહુ મોટી ચાહક છું.” છોકરીને તેની પાસે જોઈને અક્ષય થોડો પાછળ પણ હટી ગયો અને સંપૂર્ણ રીતે તે ચાહક છોકરીને નજરઅંદાજ કરીને અક્ષય ગાડીમાં બેસીને નીકળી ગયો.

આ દરમિયાન અક્ષયની ટીમ પણ ત્યાં હાજર હતી. આ સમગ્ર ઘટનાને ત્યાં હાજર પેપરાજીએ પોતાના કેમેરામાં કેદ કરી દીધી અને સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ પોસ્ટ કરી દીધો હતો. આ વીડિયોને જોઈને યુઝર્સ ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “આટલો બધી એટીટ્યુડ કઈ વાતનો.?”

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)


તો અન્ય એક યુઝર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “”આ છોકરી જેવા લોકો શું કામ ભીખ માંગીને કહેતા હોય છે કે સર હું તમારી ચાહક છું. અરે તેમને તમારી ચિંતા પણ નથી. તમે એમના માટે કોઈ મહત્વ નથી રાખતા. ખબર નહિ લોકો કેમ બેઇજ્જતી કરાવે છે. બહુ જ ખરાબ છે.” તો એકે લખ્યું કે ફાલતુનો એટીટ્યુડ, તો કોઈ કહે છે પહેલા તો આવું નહોતા કરતા.