મનોરંજન

ખુબ જ લક્ઝરીયસ છે અક્ષય કુમારનો સી ફેસિંગ બંગલો, તસવીરો જોઈને દિલ ખુશ થઇ જશે અને કહેશો વાહ ઘર હોય તો આવું

બોલીવુડના ખિલાડી એવા અક્ષય કુમાર એક્શન હીરો તરીકે જાણવામાં આવે છે.  એક સમયે રોમેન્ટિક ફિલ્મો કરનારા અક્ષય કુમાર હાલના સમયમાં સામાજિક ફિલ્મો કરવા લાગ્યા છે. અક્ષય કુમાર વર્ષમાં ચાર જેટલી ફિલ્મો કરે છે અને તેની દરેક ફિલ્મો સુપરહિટ સાબિત થાય છે. અક્ષય કુમારની સામાજિક ફિલ્મો લોકોને અનોખો સંદેશ આપનારી અને પ્રેરણાદાયી હોય છે. જણાવી દઈએ કે દેશમાં કોઈપણ આફત આવે ત્યારે અક્ષય કુમાર હંમેશા પોતાનું યીગદાન આપવા માટે આગળ રહે છે.

જણાવી દઈએ કે અક્ષય કુમાર લગ્ઝરિયસ જીવન જીવે છે. એક સમયે વેઈટરની નોકરી કરતો અક્ષય કુમાર આજે બોલીવુડનો સુપરસ્ટાર છે અને આલીશાન બંગલામાં રહે છે. અક્ષય કુમાર તેની પત્ની તેમજ જાણીતી લેખિકા ટ્વીન્કલ ખન્ના સાથે જુહુ પાસે આલીશાન બંગલામાં રહે છે. કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે. ત્યારે ચોક્કસ પણે કહી શકાય કે અક્ષયકુમારના મકાનને ઘર બનાવવામાં ટ્વીન્કલનો ફાળો છે.આવો તો તમને અક્ષય કુમારના બંગલા સાથે રૂબરૂ કરાવીએ.

જુહુમાં આવેલા સી ફેસિંગ બંગલાનું ઇન્ટિરિયર અક્ષયકુમારની વાઈફ ટ્વીન્કલ ખન્નાએ કર્યું છે. અક્ષયકુમારના ઘરમાં લાઇફસ્ટાઇલ તેમજ ટ્રાવેલ આધારિત તત્વો જોવા મળશે. આ બંગલામાં એક સ્પેશિયલ તળાવ પણ છે. જેના પર લગભગ 13 હેંગિગ લાઈટ લગાડવામાં આવી છે. તેના ઘરની એક દીવાલ પર પુરા પરિવારની તસવીરો લગાડવામાં આવેલી છે. અક્ષયના બંગલાથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે અને તેના બંગલામાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે.

બંગલાની વાત કરવામાં આવે તો લીવીંગ એરિયા,ડાયનિંગ એરિયા,કિચન હોમ થીએટર છે. તેના ઘરની બહારનો ગાર્ડનનો એરિયા પણ ખુબજ સુંદર છે. ટ્વીન્કલને ગાર્ડનિંગનો ખુબ જ શોખ હોય તેને ગાર્ડનમાં ઘણી વેરાયટીના ફૂલ અને ઝાડ લગાવ્યા છે.ટ્વિન્કલે તેના ગાર્ડનમાં કેરીનું ઝાડ પણ વાવ્યું છે. ટ્વીન્કલના પિતા રાજેશ ખન્નાના બંગલા આશીર્વાદમાં પણ કેરીનું ઝાડ લગાવ્યું હતું બાળપણમાં ટ્વીન્કલ તેની નાની બહેન રિંકી સાથે ઝાડ ઉપર ચઢીને ખુજ કેરી તોડી હતી.

અક્ષયના ઘરના ડાયનીંગ એરિયામાંથી ગાર્ડન દેખાઈ છે. ડાયનીંગ એરિયામાં કાચની મોટી દીવાલ છે.તો લિવિંગ એરિયામાં મોટા મોટા સોફા લગાવ્યા છે. વચ્ચે કાચનું સેન્ટર ટેબલ રાખ્યું છે. બંગલાના એક રૂમના સેન્ટરમાં એક તળાવ છે. જેમાં કમળના ફૂલ જોઈ શકાય છે. તો દીવાલ પર મોટીમોટી પેઇન્ટિંગ પણ લગાવવામાં આવી છે. ઘરની બહાર પોર્ચમાં મોટી મૂર્તિ અને મોટો સીટિંગ એરિયા પણ છે. બધા જ રૂમનું ઇન્ટિરિયર બધાથી અલગ છે.

બગીચાની વાત કરવામાં આવે તો બગીચામાં બ્લુ કલર પર પસંદગી ઉતારી છે. ઘરને સારો દેખાવ આપવા માટે બ્લુ એક સારો રંગ છે. બ્લુ રંગને ઠંડા કલર તરીકે ઓળખવામાં આવે છે.અક્ષય કુમારના ઘરમાં તેમણે કિચનગાર્ડનને પણ મહત્વનું સ્થાન આપ્યું છે. તેના કિચન ગાર્ડનમાં રીંગણ, ટમેટા, બટેટા અને આંબા જેવા ઝાડ વાવ્યા છે.

અક્ષયકુમારે અંધેરીમાં એક વર્ષ પહેલા જ એક નવું ઘર ખરીદ્યું હતું. તેની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે. આ ઘર 21માં ફ્લોર ઉપર છે. તેને ફક્ત એક જ ફ્લેટ નહિ પરંતુ આખો ફ્લોર જ પોતાના નામ પર કરી લીધો છે. એક જ ફ્લોર પર 4 ફ્લેટ ખરીદ્યા છે.7974 સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ એક ફ્લેટની કિંમત લગભગ 4.50 કરોડ રૂપિયા છે.આ ફ્લેટમાં સ્વિમિંગ પુલ,જોગિંગ ટ્રેક, ફિટનેસ જેવી સુવિધાથી સભર છે.

અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે અમુક સમય પહેલા જ રિલીઝ થઇ છે. ફિલ્મમાં જૈકલીન ફર્નાડીઝ અને ક્રિતી સેનન પણ મુખ્ય કિરદારમાં જોવા મળ્યા હતા. જો કે અક્ષયની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.