બહેનોને રક્ષાબંધનની ભેટ આપવા માટે અક્ષય કુમાર પહોંચ્યો અમદાવાદની સાડીની દુકાનમાં, તસવીરો આવી સામે

11 ઓગસ્ટના રોજ ભાઇ અને બહેનના પવિત્ર સંબંધનો પર્વ રક્ષા બંધનનો તહેવાર આવી રહ્યો છે. આ નિમિત્તે બહેન ભાઈ માટે રાખડી ખરીદી રહી છે, તો ભાઈ બહેનને ભેટ આપવા માટે બજારમાં સારી ભેટ ખરીદતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ રક્ષાબંધનના તહેવાર ઉપર જ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ “રક્ષા બંધન” પણ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે.

ત્યારે આ ફિલ્મની ટીમ પણ હાલ પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે ફિલ્મની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે અને આ ફિલ્મનું જોર શોરથી પ્રમોશન કરી રહી છે. ગઈકાલે અક્ષય કુમાર અને તેની ટીમ અમદાવાદમાં હતી અને આ નિમિત્તે અક્ષય કુમારે તેમની ઓનસ્ક્રીન બહેનો માટે સાડીઓ પણ ખરીદી હતી, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

ફિલ્મના પ્રમોશન દરમિયાન દરેક શહેરમાંથી તેની ઓન-સ્ક્રીન બહેનોને કેટલીક ખાસ ભેટો આપવાની તેની મીઠી હરકતો ચાલુ રાખતા આ વખતે ટીમ અમદાવાદમાં છે, અક્ષય બહેનોને બાંધણીની ખરીદી માટે લઈ ગયો, અમદાવાદના પરંપરાગત રીતિરિવાજો સાથે તેમને આશ્ચર્યચકિત કરીને બાંધણીની ભેટ આપી. તેમના રોકાણ દરમિયાન ફિલ્મની ટીમે પ્રેસ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો અને મીડિયા સાથે વાતચીત કરી હતી.

અક્ષય કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રક્ષાબંધન ફિલ્મમાં તે લાલા કેદારનાથનું કિરદાર કરી રહ્યો છે, જેમાં 4 બહેનો વચ્ચે તે સૌથી મોટો અને એકમાત્ર ભાઈ છે. અક્ષય આ ફિલ્મમાં ચાટની દુકાન ચલાવે છે. જે તેમના પિતા દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે દર્શકો પણ આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

તો અક્ષય કુમારે ગુજરાતની મુલાકાત દરમિયાન આવનારી ગુજરાતી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે”ના અભિનેતા યશ સોની અને પ્રોડ્યુસર વૈશાલ શાહ સાથે પણ મુલાકાત થઇ હતી, જેની પણ તસવીરો સામે આવી હતી. અભિનેતા યશ સોનીએ આ તસવીરો તેના સોશિયલ મીડિયામાં શેર કરીને કેપશનમાં લખ્યું હતું, “આ ‘રક્ષાબંધન’ ફક્ત મહિલાઓ માટે સમર્પિત !”

તો ઉપરાંત પ્રોડ્યુસર વૈશાલ શાહે પણ તેમના સોશિયલ મીડિયામાં આ મુલાકાતની તસવીરો શેર કરી હતી. તમને જણાવી દઈએ કે “રક્ષા બંધન” ફિલ્મ 11 ઓગસ્ટના રોજ આવી રહી છે અને ગુજરાતી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે” 19 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ બંને ફિલ્મના પ્રમોશન માટે ટીમો અલગ અલગ શહેરોની મુલાકાત લઇ રહી છે.

ગુજરાતી દર્શકો પણ “ફક્ત મહિલાઓ માટે” ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા બાદ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ ગઈકાલે ફિલ્મનું એક ખુબ જ શાનદાર ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ગુજરાતી દર્શકોએ પણ વધાવી લીધું. આ ગીતના શબ્દો હતા “બોલ મારી અંબે”.

ફક્ત મહિલાઓ માટે ફિલ્મમાં યશ સોની ઉપરાંત દીક્ષા જોશી અને તર્જની ભાડલા સહિત અન્ય કલાકારો પણ જોવા મળશે. યશ સોનીએ છેલ્લા બે મહિનામાં જ બે સુપરહિટ ફિલ્મો “નાડી દોષ” અને “રાડો” આપી છે, ત્યારે હવે દર્શકો તેની આગામી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે”ને લઈને પણ ખુબ જ ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાત કરીએ “રક્ષાબંધન” ફિલ્મની તો આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત, ઝી સ્ટુડિયો, અલકા હિરાનંદાની અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સના સહયોગથી આનંદ એલ રાય અને હિમાંશુ શર્મા દ્વારા નિર્મિત, હિમાંશુ શર્મા અને કનિકા ધિલ્લોન દ્વારા લખાયેલ, ‘રક્ષા બંધન’નું સંગીત હિમેશ રેશમિયા દ્વારા બનાવવામાં આવ્યું છે. ગીતો ઇર્શાદ કામિલના છે. ભૂમિ પેડનેકર, અક્ષય કુમાર, નીરજ સૂદ, સીમા પાહવા, સાદિયા ખાતિબ, અભિલાષ થાપલિયાલ, દીપિકા ખન્ના, સ્મૃતિ શ્રીકાંત અને સહજમીન કૌર અભિનીત રક્ષા બંધન 11મી ઑગસ્ટ 2022ના રોજ રિલીઝ થવા તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પણ અમદાવાદમાં સાડી ખરીદીદરમિયાનનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે તેની ઓનસ્ક્રીન બહેનો સાથે સાળી ખરીદતો જોવા મળી રહ્યો છે. જેની સાથે કેપશનમાં અક્ષયે લખ્યું છે, “ઇન્દોરનું નમકીન, હૈદરાબાદના મોતી અને છેલ્લે હું લઇ આવ્યો મારી બહેનોને અમદાવાદમાં શોપિંગ કરાવવા. આ લૂડોની ગેમમાં હારવું ખુબ જ મોંઘુ પડ્યું.”

રક્ષાબંધનની ટીમ સાથે આવેલા અક્ષય કુમારે અમદાવાદમાં આવેલા આસોપાલવ સાડીના શો રૂમની મુલાકાત લીધી હતી. આસોપાલવ દ્વારા પણ તેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં અક્ષય કુમાર શો રૂમની મુલાકાત લેવા આવતો અને તેની ઓન સ્ક્રીન બહેનોને સાડી અપાવતો જોવા મળી રહ્યો છે.

Niraj Patel