અક્ષય કુમારને બોલિવૂડના સૌથી વ્યસ્ત અભિનેતામાંનો એક માનવામાં આવે છે. વર્ષમાં તેની પાંચ-છ ફિલ્મો તો આવતી જ હોય છે. વળી, દરેક ફિલ્મ વકરો પણ સારો એવો કરે છે. આથી અક્ષય કુમાર પણ કોઈ પણ પ્રોડ્યુસર પૈસો લગાવી શકે છે. તાજેતરમાં એક એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ માટે ૧૨૦ કરોડ રૂપિયા ફી રાખી છે!

બોલિવૂડનો સૌથી મોંઘો સ્ટાર:
વેબસાઇટના જણાવ્યા અનુસાર, એક ફિલ્મ માટે ૧૨૦ કરોડની ફી નિર્માતાઓ માટે પણ આશ્વર્યનો વિષય બની છે. આ પ્રમાણે તો અક્ષય બોલિવૂડનો સૌથી મોંઘો અભિનેતા બન્યો છે. જણાવ્યા અનુસાર, આ ફિલ્મ આનંદ એલ. રાયના નિર્દેશનમાં બનશે. આનંદ રાય ‘તનુ વેડ્સ મનુ’ ફિલ્મને લઈને જાણીતા છે. જો કે, હજુ સુધી અક્ષય તરફથી કે નિર્દેશક તરફથી ઓફિશિયલ કહી શકાય તેવી જાહેરાત નથી થઈ.

આ રીતે નક્કી થાય છે અક્ષયની ફી:
સામાન્ય રીતે એક્ટિંગ માટે અક્ષય દરેક ફિલ્મમાં ૪૦ થી ૫૦ કરોડની ફી લે છે. પણ જો પોતે ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી હોય તો તેવી ફિલ્મમાં ૧૦-૧૫ કરોડ લે છે. આ બે રીતે અક્ષયની ફી વહેંચાયેલી છે. પણ એક બાબત દરેક ફિલ્મમાં કોમન છે. ફિલ્મના કુલ નફામાં તેનો ૬૦% જેટલો ભાગ તો હોય જ છે! – આ ગણિત પાછલાં વર્ષનું છે. હવે અક્ષય પોતાની ફીમાં વધારો કરશે એવું કહેવાઈ રહ્યું છે.

એકલા હાથે બોક્સ ઓફિસ પર ખડકલો:
૨૦૧૯માં અક્ષય કુમારની ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી : કેસરી, મિશન મંગલ, હાઉસફુલ ૪ અને ગુડ ન્યુઝ. આ દરેક ફિલ્મ સુપરહિટ પણ સાબિત થયેલી. ‘કેસરી’નો બોક્સ ઓફિસ પરનો વકરો ૧૫૪ કરોડ જેટલો, ‘મિશન મંગલ’ની કમાણી ૨૦૨ કરોડ, ‘હાઉસફુલ ૪’ની આવક ૧૯૪ કરોડ અને ‘ગુડ ન્યુઝ’ની કમાણી ૨૦૧ કરોડ જેટલી હતી.

ઉપરની રકમનું સરવૈયું માંડો તો ખ્યાલ આવે કે ૨૦૧૯માં અક્ષયે એકલે હાથે બોક્સ ઓફિસ પર લગભગ ૭૦૦ કરોડ જેટલો વકરો રળીને રીતસર પસ્તાળ પાડી દીધી હતી. એક અભિનેતા માટે આ રકમ ખરેખર બહુ વધારે ગણાય.

૨૦૨૦માં આવી રહેલી અક્ષયની ફિલ્મો:
૨૦૨૦ પણ અક્ષય કુમારની ચાર ફિલ્મ રિલીઝ થશે. જેમાં સૂર્યવંશી, લક્ષ્મી બોમ્બ, પૃથ્વીરાજ ચૌહાણ અને બચ્ચન પાંડે રહેલી છે. આ ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર અક્ષયને નફો કરાવશે તેવી જાણકારો ખાતરી આપી રહ્યા છે.
Author: કૌશલ બારડ GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.