મનોરંજન

અક્ષય કુમારે તૈમૂરને લઈને કહી દીધી આ મોટી વાત, કરીના કપૂર ખાનનો લાડલો મોટો થઈને…

બોલીવૂડના ખિલાડી અભિનેતા અક્ષય કુમાર હાલ તેમના કો-સ્ટાર્સ વિદ્યા બાલન અને તાપસી પન્નુ સાથે તેમની આગામી ફિલ્મ મિશન મંગલનું પ્રમોશન કરી રહયા છે. ફિલ્મના પ્રમોશન દરમ્યાન અક્ષય કુમારે કહ્યું કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દીકરો તૈમૂર બોલિવૂડનું ભવિષ્ય છે.

ફિલ્મના પ્રમોશન દરમ્યાન અક્ષયને પૂછવામાં આવ્યું કે તેમના મતે કયો અભિનેતા અને અભિનેત્રી બોલિવૂડનું ભવિષ્ય છે, જેના જવાબમાં અક્ષયે હસતા હસતા કહ્યું કે તૈમૂર. અને પછી તેમણે વિદ્યાનું નામ પણ લીધું. એના પર વિદ્યા બાલન હસી પડી અને કહ્યું કે ‘આ બેસ્ટ જવાબ છે. મને આ જવાબ ગમ્યો.’

મિશન મંગલ ઈસરોના એક અભિયાન પર આધારિત છે, જેમાં માનવરહિત યાનને મંગલ ગ્રહની ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવ્યું હતું. આ મિશન સફળતાપૂર્વક પૂરું થવામાં મહિલાઓનો મુખ્ય ફાળો હતો. આ ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટમાં સોનાક્ષી સિંહ, કૃતિ કુલ્હારી, નિત્યા મેનન, શર્માં જોશી, વિદ્યા બાલન, તપાસી પન્નુ અને અક્ષય કુમાર સામેલ છે.

આ ફિલ્મને જગન શક્તિએ ડિરેક્ટ કરી છે અને ફિલ્મના પ્રોડ્યુસર આર બાલ્કી છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.

ફિલ્મોની વાત કરી તો હાલ અક્ષય પાસે ઘણી ફિલ્મો છે. તેમની કરીના, કિયારા અડવાણી અને દિલજિત દોસાંજ સાથેની ફિલ્મ ગુડ ન્યૂઝનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. આ સિવાય તેઓ રોહિત શેટ્ટીની સૂર્યવંશી અને તમિલ ફિલ્મ કંચનાની રીમેક લક્ષ્મી બોમ્બમાં પણ જોવા મળશે. તાપસી પન્નુ પણ હાલ તેમની આગામી ફિલ્મ સાંઢ કી આંખનું શૂટિંગ કરી રહી છે અને વિદ્યા બાલનની તાજેતરમાં જ એક તમિલ ફિલ્મ રિલીઝ થઇ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks