મનોરંજન

અક્ષય કુમારનો જબરો ફેન, 900 કિલોમીટર ચાલીને દ્વારકાથી મુંબઈ અક્ષયને મળવા પહોંચ્યો તેમનો આ ચાહક

મિશન મંગલની સફળતા પછી ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની લોકપ્રિયતા વધુ ઝડપથી વધી રહી છે. ત્યારે અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં પોતાના ચાહકનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ચાહક અક્ષય કુમારને મળવા માટે દ્વારકાથી મુંબઇ 18 દિવસમાં ચાલીને આવ્યો હતો. આ વીડિયોમાં અક્ષય કુમારના ચાહકને જોઈ શકાય છે, જેને પાછળ તિરંગો રાખ્યો છે અને બેગ લટકાવીને અક્ષય સાથે વાત કરી રહ્યો છે.

અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો અને લખ્યું કે, ‘આજે હું પ્રભાતને મળ્યો હતો જે દ્વારકાથી 900 કિલોમીટર ચાલીને મુંબઈ પહોંચ્યો હતો જેથી એ 18 દિવસમાં એટલે કે રવિવારે મને મળી શકે. અક્ષયે વધુમાં લખ્યું છે કે જો આપણા દેશના યુવાનો પોતાના લક્ષ્યોને પૂરા કરવા માટે આવી પ્લાનિંગ અને જુનૂન પેદા કરી લે તો તેઓ કઈ પણ કરી શકે છે.’ અક્ષય કુમાર તે વ્યક્તિને પૂછે છે કે તે ક્યાંથી આવ્યો છે, તો તે કહે છે ‘હું તમારો ચાહક છું, તમે હંમેશાં પોતાને ફીટ રાખવા માટે કહો છો અને અત્યારે હું યુવાન છું તો ચાલીને તમને મળવા આવી ગયો.’

જુઓ વિડીયો:

https://www.instagram.com/tv/B13DpzInb32/?utm_source=ig_web_copy_link

ચાહકની આ વાત સાંભળીને અક્ષય કુમાર પ્રભાવિત થયા અને તે વ્યક્તિનો એક વીડિયો બનાવીને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. પ્રભાત અક્ષયના મોટો ચાહક છે અને વરસાદ હોવા છતાં પણ તે અક્ષયને મળવા ચાલીને મુંબઈ સુધી આવ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અક્ષય તેને પૂછે છે કે તે અહીં કેવી રીતે પહોંચ્યો અને તેણે કંઈ ખાધું કે નહીં. વીડિયોમાં અક્ષય પ્રભાતને કંઈક ખાઈને જવાનું પણ કહે છે.

અક્ષય કુમાર ટૂંક સમયમાં ગુડ ન્યૂઝ અને હાઉસફુલ 4 જેવી ફિલ્મોમાં જોવા મળશે, હાલના દિવસોમાં અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બ માટે શૂટિંગ કરી રહ્યા છે, તેમના સિવાય કિયારા અડવાણીની પણ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં હશે. હાલ અક્ષય કુમારની લોકપ્રિયતા ટોચ પર છે. એક પછી એક તેની ફિલ્મો સુપરહિટ થઈ છે અને લોકોએ તેને પસંદ પણ કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks