મનોરંજન

અક્ષય કુમારે કિન્નરોને ઘર બનાવવા માટે અધધ કરોડ રૂપિયાનું આપ્યું હતું દાન, પૈસા માટે ભટકતા હતા લોકો અને…

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની નવી ફિલ્મ સૂર્યવંશી આવતા મહિને રિલીઝ થવાની છે. ત્યારે આ ફિલ્મની ચર્ચાઓ તો ચારે તરફ ચાલી જ રહી છે. આ ફિલ્મમાં અભિનેતા એક એક્શન સીન કરતા જોવા મળશે. ત્યારે જણાવી દઈએ કે અક્ષય કુમાર ફક્ત તેની બ્લોકબસ્ટર કમાણી માટે જ જાણીતા નથી, પણ તેમની ઉદારતા માટે પણ જાણીતા છે.

Image Source

અક્ષયે ફરી એક વખત એવું કામ કર્યું છે જેનાથી તમારું દિલ ખુશ થઈ જશે. તાજેતરમાં, અભિનેતાએ ટ્રાંસજેન્ડર લોકો માટે એક વિશેષ પગલું ભર્યું છે. અક્ષયે ચેન્નઈમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર બિલ્ડિંગ માટે 1.5 કરોડ રૂપિયા દાન આપ્યા છે. દિગ્દર્શક-અભિનેતા રાધવ લોરેન્સના ટેસ્ટ હેઠળ આ મકાન બનાવવામાં આવશે. જણાવી દઈએ કે આ વાતની જાણકારી રાઘવ લોરેન્સે શેર કરી છે. સાથે જ તેને 1.5 કરોડ રૂપિયા દાન કરવા બદલ અક્ષયનો આભાર પણ માન્યો.

Image Source

હકીકતે રાઘવ એક્ટર હોવાની સાથે જ સોશ્યલ વર્કર પણ છે. આ પહેલા તે શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી ચુક્યા છે. આ પછી હવે તેઓ કિન્નરો માટે ઘર બનાવવાની ઇચ્છતા હતા. લક્ષ્મી બોમ્બના શૂટિંગ દરમિયાન તેણે અક્ષય કુમાર સાથે તેની ઇચ્છા શેર કરી હતી. જે બાદ અક્ષય કુમારે 1.5 કરોડ રૂપિયા દાન આપવાનું નક્કી કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અક્ષય કુમારની ઉદારતાથી રાઘવ ખૂબ જ ખુશ છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને ખેલાડી કુમારનો આભાર માન્યો. આ પોસ્ટ પર લોકો અક્ષય કુમારની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. જણાવી દઈએ કે અક્ષય ઘણીવાર જરૂરીયાતમંદ લોકોની મદદ માટે સમય-સમય પર આગળ આવે છે. ભલે તે સૈન્યની નાણાકીય મદદ હોય કે સામાન્ય લોકો, અભિનેતા ખુલીને મદદ કરે છે.

Image Source

નોંધનીય છે કે અક્ષય પણ તેની કારકિર્દીમાં પહેલીવાર ટ્રાન્સજેન્ડરની ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે. અક્ષય પહેલીવાર ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ માં ટ્રાંસજેન્ડર તરીકે જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.