કોરોના સામેની જંગમાં ફરી એકવાર અક્ષય કુમાર આવ્યો મેદાનમાં, એક સાથે જ અધધધ લાખની કરી મદદ

0

કોરોના સંકટમાં ઘણા સેલેબ્રિટીઓ પણ આગળ આવ્યા એમાં જો સૌથી પહેલા કોઈનું નામ આવે તો તે અક્ષય કુમારનું છે, અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન કરીને પોતે અસલ જીવનનો પણ હીરો છે એ વાત સાબિત કરી આપી હતી, ત્યારબાદ અક્ષયે મુંબઈ પોલીસને સ્માર્ટ બેન્ડ પણ દાન કર્યા હતા, હવે અક્ષય બીજીવાર પણ આ મહામારીના સંકટમાં મદદ માટે પાછો મેદાનમાં ઉતરી આવ્યો છે. અક્ષયે 45 લાખ રૂપિયાની મદદ કરી હોવાનું સામે આવ્યું છે.

Image Source

એક મીડિયા સાથે વાત કરતા સીને અને ટીવી આર્ટિસ્ટ એસોશિયશનના સિનિયર જોઈન્ટ સ્ક્રેટરી અમિત બહેલેવા અક્ષય કુમારનો આભાર વ્યક્ત કરતા કહયું હતું કે: અક્ષય કુમારેને તેમને CINTAAના 1500 જરીરુયાત વાળા લોકોનું લિસ્ટ સોંપ્યું હતું, અક્ષય કુમારે આ 1500 લોકોના ખાતામાં 3000 હજાર રૂપિયા જમા કરાવ્યા છે. બહેલ દ્વારા જણાવવામાં આવ્યું કે અક્ષય કુમારે આગળ પણ મદદ કરવાનું જણાવ્યું છે.

Image Source

અભિનેતા અક્ષય કુમાર આ રીતે આવી મહામારીના સમયમાં આગળ આવતો રહે છે, પહેલા 25 કરોડનું પ્રધાનમંત્રી રાહત કોષમાં દાન, ત્યાર બાદ મુંબઈ પોલીસને 1000 સ્માર્ટ બેન્ડ આપ્યા, અને હવે ટીવી અને સીને જગતમાં કામ કરતા જરૂરિયાતમંદ 1500 લોકોને દાન કરીને એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.