મનોરંજન

2 કરોડ રૂપિયા દાન કરીને બોલ્યો અક્ષય કુમાર, ‘ભગવાને મને ખુબ આપ્યું છે, હું આ બધા પૈસા લઈને…’

બોલિવૂડના ખિલાડી એટલે અક્ષય કુમાર પોતાની દેશભક્તિની ફિલ્મોની સાથે સાથે પોતાની દરિયાદિલી માટે પણ ઓળખાય છે. તેઓ ફિલ્મોથી જેટલું કમાય છે તેનો થોડો ભાગ શહિદના પરિવારને અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરે છે. હાલમાં જ અક્ષય કુમારે આસામમાં  આવેલ પૂરમાં 2 કરોડ રૂપિયાનું દાન કરીને લોકોની મદદ કરવાનું જાહેર કર્યું હતું.

 

View this post on Instagram

 

Do what you love and you’ll never have a problem with Monday 👊🏻 #MondayMotivation

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષયકુમારે આસામના મુખ્યમંત્રી રિલીફ ફંડ અને કાઝીરંગા નેશનલ પાર્કમાં 1-1 કરોડનું દાન કરવાનું જાહેર કર્યું છે. જ્યારે તેમને આ દાન વિશે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે, ‘ભગવાને તેમને ઘણા પૈસા આપ્યા છે અને આ પૈસા ક્યાં લઇ જવાના છે.’ વધુમાં તેમને જણાવ્યું કે, ‘ જ્યારે આસામના મુખ્યમંત્રીનો મારામાં ફોન આવ્યો અને તેમને જણાવ્યું તમારા દાન પછી બીજા પણ કેટલાક લોકોએ દાન કર્યું છે, આ વાત સાંભળી મને ખુબ જ ખુશી થઇ.’

 

View this post on Instagram

 

👓

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષયકુમારે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “આસામના પૂર્ણ ફોટાઓ જોઈને મને ખુબ દુઃખ થયું હતું. કંઈ પણ વિચાર્યા વગર પૈસાનું દાન કર્યું હતું. વધુમાં તેમને જણાવ્યું  હતું કે, એક ફોટોઆ મને ખુબ જ  પ્રભાવીત કર્યો હતો. જેમાં એક માતા પોતાના બાળકને ખભા ઉપર બેસાડીને પાણીમાંથી  પસાર થતી હતી. તેમને મોઢા પર કોઈ દુઃખ ના હતું.  જયારે મેં આ ફોટો જોયો ત્યારે મને લાગ્યું કે આવું તો મારી દીકરી અથવા પત્નીની સાથે પણ થઇ શકતું હતું એટલે મેં આ કર્યું.’

 

View this post on Instagram

 

#MondayBlues 💙

A post shared by Akshay Kumar (@akshaykumar) on

આ દરમિયાન તેમને ટ્વીટમાં લખ્યું હતું, ‘આ જાણીને દુઃખ થયું કે પુરે આસામમાં તબાહી મચાવી મૂકી છે. આ દુઃખના સમયે માણસો અને જાનવરોને મદદની જરૂર છે. હું મુખ્યમંત્રીના રિલીફ ફંડ અને કાઝીરંગા નેશનલ પાર્કમાં બંનેમાં 1-1 કરોડ રૂપિયાનું દાન કરવા માંગુ છું.’

જણાવી દઈએ કે, અક્ષય કુમારની નવી ફિલ્મ મિશન મંગલ ગણતરીના દિવસો પહેલા જ રિલીઝ થઇ છે. આ ફિલ્મે ભારતમાં 100 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ પછી તેમની “હાઉસફુલ 4”, “ગુડ ન્યુઝ”, “સૂર્યવંશી ભક્ષ્મી બૉમ્બ”, “બચ્ચન પાંડે” અને “પૃથ્વી રાજ ચૌહાણ” ફિલ્મો આવવાની છે. હાલમાં તે સૌથી વ્યસ્ત કલાકારમાંથી એક છે.

 

View this post on Instagram

 

Buckle up and get ready for India’s journey to Mars. #MissionMangal is in cinemas! Book your tickets NOW! Link in bio

A post shared by Akshay Kumar (@akshaykumar) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks