બોલિવુડ સ્ટાર અક્ષય કુમારનો આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે સાઉથ સુપરસ્ટાર મોહનલાલ સાથે ભાંગડા કરતો જોવા મળઈ રહ્યો છે. આ વીડિયો જયપુરનો છે, જ્યાં અક્ષય હોટસ્ટારના પ્રેસિડન્ટના દીકરા ગૌતમ માધવનના લગ્નમાં પહોંચ્યો હતો. અક્ષય ઉપરાંત લગ્નમાં ઘણા કલાકારોએ હાજરી આપી હતી.
મોહનલાલ અને અક્ષય કુમારના આ વીડિયો પર ખિલાડી કુમારના ચાહકો દિલ ખોલી કમેન્ટ કરી રહ્યા છે. બોલિવુડમાં આ દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને એવામાં સ્ટાર્સને એરપોર્ટ પર ખૂબ સ્પોટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ હોટસ્ટારના પ્રેસિડન્ટના દીકરા ગૌતમ માધવનના લગ્ન જયપુરમાં થયા. આ લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો.
વીડિયોમાં સાઉથ અભિનેતા મોહનલાલ બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર સાથે એક પગ પર ભાંગડા કરતા નજર આવ્યા. અક્ષય કુમાર અને મોહનલાલ એકબીજાનો ખૂબ સાથ દેતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. અક્ષય ઢોલ નગાડાના અવાજ પર મોહનલાલ સાથે થિરકે છે. ચાહકોને પોતાના ફેવરેટ સ્ટારનો આ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે.
આ વીડિયો શેર કરતા અક્ષય કુમારે મોહનલાલ માટે એક પ્રેમાળ નોટ લખી છે. તેણે લખ્યુ- હું હંમેશા આ ડાન્સને યાદ રાખીશ, આ મારા માટે ખાસ પળ છે. આ વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- શું ડાંસ છે. ત્યાં બીજા એક યુઝરે લખ્યુ હાય, પ્રેમાળ માણસ. અન્ય એક યુઝરે લખ્યુ- બે લીજેન્ડ.
અક્ષયના આ વીડિયોને એક કલાકમાં જ ચાર લાખથી વધુ લાઇક્સ મળી હતી. જણાવી દઇએ કે, હોટસ્ટાર પ્રેસિડન્ટના દીકરાના લગ્નમાં મોહનલાલ, અક્ષય કુમાર સિવાય આમિર ખાન, કરણ જોહર, કમલ હસન સહિત ઘણી હસ્તિઓ જોવા મળી હતી.
લાલ સિંહ ચઢ્ઢા એક્ટર આમિર ખાન ગ્રે હેર લુકમાં અને કુર્તા તેમજ ધોતીમાં જોવ મળ્યા હતા. જો કે, આ દરમિયાન આમીર એક લાકડીના સહારે ચાલી રહ્યો હતો. ઘણા ચાહકોએ આ જોઇ ચિંતા જતાવી કે આખરે આમિરના પગમાં શું થયુ છે ?
View this post on Instagram