ખબર

ધડાકો: બોલીવુડનો સૌથી ફિટ હીરો અક્ષય કુમાર પણ કોરોના પોઝિટિવ થયો

બૉલીવુડના નંબર ૧ અભિનેતા અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે બીઝી એક્ટર્સમાંથી એક છે. 2020માં લાગેલા લૉકડાઉન હટ્યા પછી અક્ષય સતત પોતાની ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે. તેઓ પોતાની ફિલ્મોને સમયથી પૂર્ણ કરવામાં લાગ્યા છે. જોકે, હવે તેઓ પણ કોરોના વાયરસની વળગ્યો છે. પોતાને ક્વોરન્ટાઇન કર્યા, ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

અક્ષયએ જણાવ્યું કે, તેમને કોવિડ19 થયો છે. આ અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા અક્ષયે કહ્યું કે, તેઓ હોમ ક્વોરનાટીનમાં છે અને જરૂરી મેડિકલ મદદ લઇ રહ્યા છે.

Image Source

એક પોસ્ટમાં લખ્યું હતુ કે, મારી અત્યાર સુધીની સૌથી ઈમ્પોર્ટન્ટ મુવીથી એક અને ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થઇ ગયું છે. #RamSetu શૂટિંગની શરૂઆત. એક આર્કિયોલોજિસ્ટનો પાત્ર ભજવી રહ્યો છું. લુક અંગે તમારા મત વિશે જાણવા માગીશ. આ હંમેશા મારી માટે મહત્વ રાખે છે.