ભારતના નકશા પર અક્ષય કુમારનો પગ જોઈને ભડક્યા યુઝર્સ, કહ્યું, “ઘમંડી માણસ… થોડી તો શરમ કરી લો..” જાણો સમગ્ર મામલો

અક્ષય કુમાર આવ્યો ટ્રોલર્સના નિશાન પર, ભારતના નકશા પર કર્યું એવું કામ કે લોકોએ ગુસ્સામાં દેશદ્રોહી પણ કહી દીધો.. જુઓ વીડિયો

બોલીવુડના ખ્યાતનામ અભિનેતાઓમાં એક નામ અક્ષય કુમારનું પણ છે અને તેની ફેન ફોલોઇંગ દુનિયાભરમાં ફેલાયેલી છે. અક્ષય કુમારને આખો દેશ ખેલાડી કુમાર તરીકે પણ ઓળખે છે. પરંતુ ઘણીવાર અક્ષય એવા કોઈ કામ કરી બેસે છે જેના કારણે તે ટ્રોલર્સના નિશાન પર આવી જાય છે અને પછી લોકો તેને ખરી ખોટી સંભળાવતા પણ હોય છે.

હાલ તેના એક વીડિયોના કારણે લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. અક્ષયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ટૂરનો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ક્લિપમાં અક્ષય કુમાર સાથે દિશા પટની, મૌની રોય, સોનમ બાજવા જોવા મળી હતી. વીડિયોમાં તમામ સ્ટાર્સ ગ્લોબ પર ચાલતા જોવા મળ્યા હતા.

હવે આ વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ મુક્યો છે. આ કારણે અભિનેતાને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, ‘ધ એન્ટરટેઈનર્સ ઉત્તર અમેરિકામાં 100 ટકા શુદ્ધ દેશી મનોરંજન લાવવા માટે તૈયાર છે. તમારો સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાં આવી રહ્યા છીએ.”

તમને જણાવી દઈએ કે, એન્ટરટેઈનર્સ અક્ષય કુમારના ઈન્ટરનેશનલ ટૂરનું નામ છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અક્ષય કુમારને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. કોમેન્ટ કરતાં યુઝરે લખ્યું, “કેનેડિયન એક્ટર ભારતના નકશા પર ચાલી રહ્યો છે. આ ભારતીયોનું અપમાન છે. તમારે આ શરમજનક કૃત્ય માટે 150 કરોડ ભારતીયોની માફી માંગવી જોઈએ.”

કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું, ‘ભાઈ, થોડું તો સન્માન કરો અમારા ભારતનું.’ લોકો ટ્વિટર પર અક્ષયને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે અક્ષય કુમારને કેનેડિયન કુમાર પણ કહ્યા છે. જણાવી દઈએ કે અક્ષયને તેની નાગરિકતા માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે. અભિનેતાએ ઘણી વખત કહ્યું છે કે તે હૃદયથી ભારતીય છે.

Niraj Patel