ખબર ફિલ્મી દુનિયા

એક વાર ફરી મદદ માટે આગળ આવ્યો અક્ષય કુમાર, અધ્ધ્ધ્ધ્ધધ્ધ દાન કર્યું- જાણો

સમગ્ર વિશ્વમાં કોવીડ ૧૯ એ હાહાકાર મચાવ્યો છે. એવામાં ભારતમાં પણ કોરોનાનો ભરડો વધતો જ જઈ રહ્યો છે. આપણા દેશમાં કોવીડ ૧૯ ને લીધે કુલ 850 કરતા વધારે લોકોના મોત નીપજ્યા છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 247 નવા કેસ નોંધાયા છે.

Image Source

જેથી હવે કોવીડ ૧૯ ના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3548એ પહોંચી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ એ પણ જણાવ્યું હતું કે કોરોના વાયરસના ‘L’ સ્ટ્રેનના કારણે ગુજરાતમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય વહીવટી તંત્ર કટીબદ્ધ છે અને પ્રયત્નશીલ છે

Image Source

કોવીડ ૧૯ ની લડાઈમાં માયાનગરી મુંબઈના ફિલ્મઉદ્યોગનાં સેલિબ્રિટી વ્યક્તિઓ વિવિધ તંત્રોની મદદ માટે ખડેપગે રહે છે. ઘણા કલાકારોએ વડા પ્રધાન સહાયતા ભંડોળમાં રકમ દાનમાં આપી છે, તો કેટલાકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં મદદ કરી છે તો કેટલાક અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે.

હાલમાં અભિનેતા અક્ષય કુમારે જાગતિક રોગચાળા સામેના જંગમાં દિવસ-રાત મહેનત કરી રહેલા મુંબઈના પોલીસજવાનોની મદદ માટે આગળ આવ્યો છે. એણે મુંબઈ પોલીસને રૂ. 2 કરોડની મદદ કરી છે. મુંબઈના પોલીસ કમિશનરના Twitter એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. એમણે અક્ષય કુમારનો આભાર માન્યો છે.

બૉલીવુડ હીરો અક્ષય કુમારે મુંબઈ પોલીસ ફાઉન્ડેશન સંસ્થાને રૂ. 2 કરોડ દાનમાં આપ્યા છે. આ રકમ મુંબઈ શહેર અને શહેરીજનોને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ રહેતા પુરુષ અને મહિલા પોલીસકર્મીઓની તબીબી દેખભાળ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

Image Source

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારે આની પહેલાં PM કેર્સ ફંડમાં રૂ. 25 કરોડ, મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં રૂ. ૫ કરોડ તેમજ થિયેટર માલિકો તથા ફિલ્મસિટીના કર્મચારીઓની મદદ માટે પણ રકમનું દાન કરી ચૂક્યો છે.