અક્ષય કુમાર બોલીવુડના તે અભિનેતાઓમાંના એક છે જે કેટલા પણ વ્યસ્ત કેમ ન હોય, પણ પોતાના પરિવાર અને ખાસ મિત્રો માટે સમય કાઢી જ લે છે. હાલના સમયમાં અક્ષય કુમાર ખુબ વ્યસ્ત છે અને એક પછી એક પોતાની આવનારી ફિલ્મોની લગાતાર શૂટિંગ કરી રહ્યા છે.
એવામાં પોતાના કામની વચ્ચે અક્ષય કુમાર પરિવાર સાથે સમય પણ વિતાવતા જોવા મળ્યા છે. ટ્વીન્કલ ખન્નાની નાની ‘બેટ્ટી કપાડિયા’ના 80 માં જન્મદિસવના મૌકા પર અક્ષય કુમાર પરિવાર સાથે હાજર રહયા હતા, અક્ષય કુમારે પોતાની નાની સાસુના જન્મદિસવની ઉજવણી પણ કરી હતી.
અક્ષયએ નિર્ણય લીધો હતો કે તે પોતાના કામમાંથી સમય કાઢીને આ વખતે પોતાની નાની સાસુના જન્મદિવસને હમેંશાને માટે યાદગાર બનાવશે. જેના પછી અક્ષયે તરત જ મુંબઈથી બહાર શિલીંમ્બ જવાનો પ્લાન બનાવ્યો અને પુરા પરિવારની સાથે નીકળી પડ્યા. જેની તસ્વીરો પણ ટ્વીન્કલ ખન્નાએ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.
તસ્વીરને શેર કરતા ટ્વીન્કલ ખન્નાએ કૈપ્શનમા લખ્યું કે,”નાનીનો 80મોં જન્મ દિવસ મિત્રો અને પરિવારની સાથે.” તસ્વીરમાં અક્ષય કુમાર, ટ્વીન્કલ ખન્ના, આરવ કુમાર, ડિમ્પલ કપાડિયા અને નાની સાસુ બેટ્ટી કપાડિયા દેખાઈ રહ્યા છે. આ તસ્વીરમાં બધા બપોરના ભોજન માટે ટેબલ પર બેઠેલા છે.
View this post on Instagram
Grandmother’s 80th with family, friends and loads of laughter #ShilimDiaries
બીજી એક તસ્વીરમાં અક્ષય કુમાર નાની સાસુ સાથે પોઝ આપી રહ્યા છે. આગળના દિવસોમાં અક્ષય-ટ્વીન્કલ દીકરા આરવની સાથે અમિતાભ બચ્ચનજીની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીયે તો અક્ષયની ફિલ્મ હાઉસફુલ-4 તાજેતરમાં જ રિલીઝ થઇ છે. ફિલ્મે ચાર દિવસમાં જ 85 કરોડની કમાણી લરી લીધી છે. જો કે આ ફિલ્મને અક્ષયની કમજોર ફિલ્મ માનવામાં આવી રહી છે.
આ ફિલ્મની ઓછી લોકપ્રિયતા અક્ષયની આગળની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ પર પણ પડી શકે છે. ગુડ ન્યુઝ અક્ષયની વર્ષની છેલ્લી ફિલ્મ રહેશે. ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઇ શકે તેમ છે. ફિલ્મમાં અક્ષયના સિવાય કરીના કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.