જીવનશૈલી મનોરંજન

બેંકોકના વેઈટરથી લઈને બૉલીવુડ અભિનેતા સુધી, 27 વર્ષમાં આવી રીતે બદલાઈ ગયો અક્ષય કુમારનો લુક

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવવા જઈ રહ્યા છે. 9 સપ્ટેમ્બર 1967 ના રોજ પંજાબના અમૃતસરમાં જન્મેલા અક્ષય કુમારે બોલીવુડમાં એક્શન હીરો દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારે તેણે પણ વિચાર્યું નહિ હોય કે આજે તે એક સફળ અને લોકપ્રિય અભિનેતા બની જશે. અક્ષય કુમારના જન્મદિવસના મૌકા પર આજે અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીશું.

 

View this post on Instagram

 

#MondayBlues 💙

A post shared by Akshay Kumar (@akshaykumar) on

અક્ષય કુમારનું સાચું નામ ‘રાજીવ હરિઓમ ભાટિયા’ છે. અક્ષય કુમારે વર્ષ 1987 માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘આજ’ થી બૉલીવુડ દુનિયામાં એન્ટ્રી લીધી હતી. જો કે તેમાં તે એક સામાન્ય કિરદારમાં જ હતા. જેના પછી વર્ષ 1991 માં ફિલ્મ ‘સૌગંધ’ દ્વારા અભિનેતાના સ્વરૂપે કામ કર્યું હતું. 27 વર્ષના અક્ષયના કેરિયેરમાં તેના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે.

જો કે અભિનેતા બન્યા પહેલા અક્ષય કુમાર બેંકોકમાં એક વેઇટરના સ્વરૂપે નોકરી કરતા હતા. બાળપણથી જ અક્ષય માર્શલ આર્ટ શીખવા માગતા હતા અને એવામાં તેણે આ વાત પિતાને જણાવી. એવામાં પિતાએ તેને બેંકોક મોકલી દીધા હતા પણ પોતાનો ખર્ચો ચલાવવા માટે તેણે બેંકોકમાં વેઇટરની નોકરી પણ શરૂ કરી દીધી.

બેંકોકથી આવ્યા પછી અક્ષય મુંબઈમાં બાળકોને માર્શન આર્ટની ટ્રેનિંગ પણ આપવા લાગ્યા હતા. આ દરમિયાન કોઈએ તેને મોડેલિંગ કરવાની સલાહ આપી અને કામના દરમિયાન તેને ફોટોશૂટ કરવાનો પણ મૌકો મળી ગયો.જણાવી દઈએ કે મોડેલિંગના  દરમિયાન અક્ષયને પાંચ હજાર રૂપિયા મળતા હતા.

Image Source

‘અક્કી’ના નામથી લોકપ્રિય અક્ષય કુમારે લગભગ 125 જેટલી ફિલ્મોઆ કામ કર્યું છે અને ઘણા એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે. અક્ષયે પોતાનો અમુક અભ્યાસ મુંબઈમાં પણ કર્યો છે અને તેણે તાઈક્વાન્ડોમાં બ્લેક બેલ્ટ પણ જીત્યો છે.

Image Source

પહેલી ફિલ્મ સૌગંધથી લઈને ઘણી ફિલ્મોમાં અક્ષય લાંબા વાળમાં જોવા મળ્યા હતા જેમાં દર્શકોએ તેને પંસદ પણ કર્યા હતા. અત્યાર સુધીના કેરિયેરમાં અક્ષય અલગ અલગ અવતારમાં જોવા મળ્યા છે, તેના દરેક અવતારને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે.

Image Source

બોલીવુડમાં એક્શન અને કૉમેડીની બાબતમાં અક્ષય કુમાર લોકોના ફેવરિટ બની ચુક્યા હતા, જેના પછી તેણે સામાજિક કર્યો પર આધારિત ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું. જેમાં તેની ફિલ્મો ટોઇલેટ-એક પ્રેમ કથા, પૈડમૈન વગેરે શામિલ છે.

Image Source

અમુક સમય પહેલા જ રિલીઝ થયેલી અક્ષયની ફિલ્મ ‘મિશન મંગલ’માં અક્ષય કુમાર વૈજ્ઞાનીકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ જ હિટ સાબિત થઇ હતી.

ફિલ્મોમાં કામ કરવાના સમયે અક્ષયનું ઘણી અભિનેત્રીઓ સાથે નામ જોડાયું હતું. જેના પછી વર્ષ 2001 માં અભિનેત્રી ટ્વીન્કલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks