મનોરંજન

અક્ષય કુમારની બહેને 15 વર્ષ મોટા ઉદ્યોગપતિ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, ત્યારે ગુસ્સે થયો હતો અભિનેતા

અક્ષય કુમારની બહેને ઘરડા ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા, તસ્વીરો જોઈને દંગ રહી જશો

કોરોનાને કારણે દેશભરમાં ડરનો માહોલ ફેલાયેલો છે. દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. દુનિયાભરમાં કોરોના રોગચાળાને કારણે લોકડાઉનનું પગલું લેવામાં આવ્યું હતું પરંતુ હવે તેમ થોડી છૂટછાટ આપવામાં આવી છે.

પરંતુ સરકારે વિનંતી કરી છે કે અગત્યનું કામ હોય તો જ બહાર નીકળવું. બોલીવુડના ખ્યાતનામ લોકો પણ સામાન્ય લોકોની જેમ જ તેમના ઘરે કેદ હતા. આ સમય દરમિયાન સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતા.

તે જ સમયે સેલેબ્સને લગતી ઘણી કહાનીઓ  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન અક્ષય કુમારની બહેનને લગતા સમાચાર બહાર આવ્યા છે. તેની બહેને 40 વર્ષની વયે એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા, જે તેમના કરતા 15 વર્ષ મોટો હતો.

Image Source

અક્ષય વિશે વાત કરવામાં આવે તો તે પરિવાર સાથે લોકડાઉનમાં સમય પસાર કરી રહ્યો છે. હાલમાં છૂટછાટ મળ્યા પછી તેને કામ પર પાછો જતા જોવા મળ્યા હતા. અક્ષય કુમાર બોલિવૂડનો સુપરસ્ટાર છે. તેઓ એક સાથે 4-5 ફિલ્મોનું શૂટિંગ કરે છે. તે તેના પરિવારને પૂરો સમય પણ આપે છે. જોકે અક્ષયના પરિવાર વિશે બધા જાણે છે. અક્ષયના પરિવારમાં તમે ઘણીવાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને બાળકો વિશે સાંભળ્યું હશે. પરંતુ તેની એક નાની બહેન અલકા છે, જેને વિષ બહુ ઓછા લોકો જાણે છે.

Image Source

અક્ષય જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે, ત્યારે બહેન અલ્કા લાઈમલાઈટથી દૂર રહી છે. અક્ષયની બહેન અલકા 2012માં તેના લગ્નને લઈને ચર્ચામાં આવી હતી. હકીકતમાં અલ્કાએ 40 વર્ષની વયે 15 વર્ષના ઉદ્યોગપતિ સુરેન્દ્ર હિરાનંદાની સાથે લગ્ન કર્યા. સુરેન્દ્રના આ બીજા લગ્ન હતાં. સુરેન્દ્ર કન્સ્ટ્રકશન કંપની હિરણંદની ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર બંનેના લાંબા ગાળાના અફેર ચાલતું હતું. બહેન અલ્કાના લગ્નથી અક્ષય જરા પણ ખુશ નહોતો. અક્ષયની નારાજગીનું કારણ સુરેન્દ્ર અને અલ્કા વચ્ચેની ઉંમરનો આટલો મોટો તફાવત.

સુરેન્દ્ર લગ્ન સમયે અલ્કા કરતા 15 વર્ષ મોટો હતો, આ તેમનું બીજુ લગ્ન હતું. સુરેન્દ્રએ અગાઉ તેની પહેલી પત્ની પ્રીતિથી 2011 માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તેણે અલકા સાથે લગ્ન કર્યા. બાદમાં અક્ષયે બહેનના પ્રેમની સામે હાર માની હતી અને અક્ષયનો આખો પરિવાર આ લગ્નમાં સામેલ થયો હતો.

Image Source

ગુરુદ્વારામાં લગ્ન થયા હતા અને અક્ષય-ટ્વિંકલ ધાર્મિક વિધિઓ નિભાવતા જોવા મળ્યા હતા. ટ્વિંકલની બહેન રિન્કી ખન્ના અને માતા ડિમ્પલ કાપડિયા પણ લગ્નમાં જોવા મળી હતી. આ દરમિયાન ટ્વિંકલ પિંક કલરની અનારકલી પહેરી હતી. લગ્ન પછી દંપતી હનીમૂન માટે તુર્કી ગયા હતા.

Image Source

સુરેન્દ્રની પહેલી પત્ની પ્રીતિએ પણ તેના જુના પરિવારના મિત્ર મિલન મહેતા સાથે લગ્ન કર્યા હતા. અલકા ગૃહિણી છે. તેણે ફિલ્મ ‘ફુગલી’ પણ બનાવી હતી. જોકે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નહીં. સુરેન્દ્ર સાથે લગ્ન કર્યા બાદ અલકા સુખી જીવન જીવી રહી છે. જણાવી દઈએ કે સુરેન્દ્રને તેની પહેલી પત્નીથી એક પુત્રી નેહા છે જેણે લગ્ન કર્યા છે.