અક્ષય કુમાર માતાની ખૂબ નજીક હતા, માતાના નિધનથી અભિનેતા પર દુ:ખોનો પહાડ તૂટી ગયો છે, જુઓ માતા સાથેની કેટલીક પ્રેમાળ તસવીરો

માતા અરુણા ભાટિયાને ખૂબ પ્રેમ કરતા હતા અક્ષય કુમાર, જુઓ માતા સાથે ખાસ તસવીરો

બોલિવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર પર હાલ દુખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમની માતા અરુણા ભાટિયાનું નિધન થઇ ગયુ છે. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર મુંબઇના હીરાનંદાની હોસ્પિટલમાં ચાલી રહી હતી. મોડી રાત્રે તેમની તબિયત ખરાબ થવા લાગી હતી અને તે બાદ તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સવારે તેમનું નિધન થયુ છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર માતાના નિધનની જાણકારી પણ આપી હતી.

અક્ષય કુમાર તેમની માતાની ખૂબ નજીક હતી. તેઓ તેમને ઘણો પ્રેમ કરતા હતા. માતાના નિધનથી તેઓ ખૂબ તૂટી ગયા છે. તેમણે તેમની માતા માટે ઇન્સ્ટાગ્રામ પર નોટ લખી અને ચાહકોનો પણ માતા માટે પ્રાર્થના કરવા આભાર માન્યો. અક્ષય કુમાર તેમની પ્રાઇવેટ લાઇફને ગ્લેમરની ચકાચોંધ દુનિયાથી દૂર રાખતા હતા. માતા સાથે કયારેક કયારેક તેઓ નજર આવ્યા હતા.

અક્ષય કુમારે માતા સાથેની તસવીર મધર્સ ડે પર પોસ્ટ કરી હતી. તેમની માતા સાથેની તસવીરો જોઇ એ અંદાજ લગાવી શકાય કે તે તેમની માતાને કેટલો પ્રેમ કરતા હતા. તમને જણાવી દઈએ કે એક્ટર અક્ષય ત્યારે લંડનમાં ફિલ્મ ‘સિન્ડ્રેલા’નું શૂટિંગ કરતો હતો. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં રકુલ પ્રીત સિંહ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટર ઓક્ટોબરમાં ફિલ્મ રામ સેતુનુ શુટિંગ પાછુ શરૂ કરશે અને ચાલુ વર્ષે ડિસેમ્બરના અંતમાં પૂર્ણ કરશે. અક્ષયે માર્ચમાં અયોધ્યામાં આ ફિલ્મનું મૂહૂર્ત કર્યુ હતું. ત્યારબાદ મુંબઈમાં તેમણે ફિલ્મનું લાંબુ શેડ્યુલ શૂટ કરવાનુ હતુ, પરંતુ લોકડાઉનના લીધે બધું કામ અને શૂટિંગને ટાળી દેવામાં આવ્યું હતુ.

રિપોર્ટ મુજબ, ફિલ્મના થોડા ભાગનું શૂટિંગ શ્રીલંકામાં થવાનુ હતુ, પરંતુ ફિલ્મના નિર્માતાએ આ યોજનાને બદલી નાખી. પછી ફિલ્મ રામ સેતુની શૂટિંગ કેરળમાં કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કેરળ કોવિડનું હોટસ્પોટ બનતા પ્રોડ્યુસરે હવે મુવીના બાકીના ભાગનુ ગુજરાતમાં શૂટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય નુસરત ભરૂચા અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે.

રામ સેતુને અભિષેક શર્મા ડાયરેક્ટ કરી રહ્યાં છે. આમ, રામ સેતુ સિવાય અક્ષય કુમારના ભાગમાં ઘણી ફિલ્મો છે. પૃથ્વીરાજ, રક્ષાબંધન અને અતરંગીનું શૂટિંગ પહેલાં કરી લીધુ છે. બાકી તેમની પાસે બચ્ચન પાંડે અને સૂર્યવંશી જેવી ફિલ્મો પણ છે. અક્ષયે પ્રોડ્યૂસર્સને તેના વગરના સીન્સનું શૂટિંગ કરવાનું કહ્યું છે, કારણ કે તેનું હંમેશાં માનવું છે કે પર્સનલ ચેલેન્જ હોવા છતાંય કામ તો ચાલુ રહેવું જોઈએ.

‘સૂર્યવંશી’, ‘પૃથ્વીરાજ’,, ‘અતરંગી રે’, ‘સૂર્યવંશી’, ‘રક્ષાબંધન’, ‘બચ્ચન પાંડે’, ‘રામ સેતુ’, ‘OMG ઓહ માય ગોડ નો બીજો પાર્ટ’, ‘સિન્ડ્રેલા’ તથા વેબ સિરીઝ ‘ધ એન્ડ’ સામેલ છે.

Shah Jina