મનોરંજન

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના આવ્યા દેશવાસીઓની મદદ માટે આગળ, ડોનેટ કર્યા 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સ

સમગ્ર દેશ આ સમયે કોરોના મહામારી સામે લડી રહ્યો છે. આ મહામારીમાં લાખો લોકો મોતને ભેટ્યા છે. આ વચ્ચે ઘણા રાજયોમાં ઓક્સિજનની અછત, બેડની અછત સર્જાઇ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો મદદની માંગ કરી રહ્યા છે

ત્યારે બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર કોરોના સામે જંગ લડી રહેલા લોકોનો જીવ બચાવવા આગળ આવ્યા છે. અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી ટ્વિન્કલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે.

ટ્વિન્કલ ખન્નાએ ટ્વિટર એકાઉન્ટ પર લોકોની મદદ માંગતા લખ્યુ કે, “મને સત્યાપિત, વિશ્વાસુ અને પંજીકૃત એનજીઓ વિશે જાણકારી આપો, જે 100 ઓક્સિજન કંસંટ્રેટર્સ વહેંચણી કરવામાં મદદ કરે” સાથે તેણે એ લખ્યુ કે આ બધા કંસંટ્રેટર્સ તેમના પાસે યુકેથી પહોંચી જશે.

ટ્વિન્કલ ખન્નાએ પોસ્ટ શેર કરીને લખ્યું, એક ગુડ ન્યૂઝ છે. લંડન એલીટ હેલ્થના ડૉ. દ્ર્શ્નિકા પટેલ અને ડૉ. ગોવિંદ બંકાની દેવિક ફાઉન્ડેશનના માધ્યમથી 120 કંસન્ટ્રેટર્સ દાન કરી રહ્યા છે. મેં અને અક્ષયે 100 ઓક્સિજન કંસન્ટ્રેટર્સની વ્યવસ્થા કરી છે. અમારી પાસે ટોટલ 220 કંસન્ટ્રેટર્સ થઇ ગયા છે. લીડ્સ માટે આભાર. ચલો બધા મદદ કરીએ.

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર આ મુશ્કેલ સમયમાં દેશવાસીઓના સાથે આવ્યા છે. તેમણે ગયા વર્ષે પણ તેમના તરફથી 25 કરોડ રૂપિયા આપ્યા હતા. આ વખતે પણ તેઓ મદદ માટે આગળ આવ્યા છે.