પૈડમેન અને ટોયલેટ: એક કથા અને રુસ્તમ જેવી સામાજિક ફિલ્મો કર્યા બાદ અભિનેતા અક્ષય કુમાર પાસે એક જ કમી છે જે છે ભારતની નાગરિકતા. વારંવાર તેની નાગરિકતા પર સવાલ ઉઠે છે. આ સાથે જ તે ઘણી વાર આ મુદ્દાને લઈને ટ્રોલ પણ થઇ ચૂક્યા છે. પરંતુ હવે અક્ષય કુમારની સમસ્યા જલ્દી જ પુરી થઇ જશે.
View this post on Instagram
અક્ષય પાસે ભારતની નાગરિકતા ના હોવાને કારણે તેને વારંવાર ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. અક્ષયનું કહેવું છે કે, તેને ભારતીય પાસપોર્ટ માટે એપ્લાઇ કર્યું છે. થોડા વર્ષો પહેલા એ વાત સામે આવી હતી કે, તેની પાસે કેનેડાની નાગરિકતા છે. આ બાદ તે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
View this post on Instagram
અક્ષય પાસે કેનેડાની નાગરિકતા હોય તેને લઈને તેને લોકસભાની ચૂંટણીમાં મતદાન પણ કર્યું ના હતું. મતદાન ના કરવાને કારણે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ સમયે તેને સફાઈ આપવી પડી હતી. તેને સફાઈ આપતા કહ્યું હતું કે, તેની પાસે કેનેડાનો પાસપોર્ટ છે, ભારતનો નહીં. આ માટે તેને વોટ આપ્યો ના હતો.
View this post on Instagram
અક્ષય કુમારે જણાવ્યું હતું કે, તેણીઓ આ સમસ્યા બહુજ જલ્દી જ પુરી થઇ જશે. અક્ષય કુમારે જણાવ્યું હતું કે, ભારતીય પાસપોર્ટ પણ જલ્દી જ મળી જશે.
મને એ જાણીને દુઃખ થાય છે કે, લોકો આ વાતની પાછળ પડી ગયા છે. હવે મારે ભારતીય છું તે બતાવવા માટે મારો પાસપોર્ટ દેખાડવો પડશે. હું હવે કોઈને પણ એકપણ મોકો આપવા નથી માંગતો આ માટે જ મેં પાસપોર્ટ માટે એપ્લાઇ કરવાનું છે.
View this post on Instagram
અક્ષયે વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્ની અને મારો પુત્ર ભારતીય છે. મારા પરિવારમાં બધા બધા ભારતીય છે. હું મારા બધા ટેક્સ ભરું છું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.