મનોરંજન

અક્ષય ખન્ના 45 વર્ષે પણ છે કુંવારો, કપૂર પરિવારની આ દીકરી સાથે થવાના હતા લગ્ન, વાંચો પછી શું થયું ?

બોલીવુડમાં અભિનેતા અક્ષય ખન્નાને બધા જ ઓળખે છે તે સુપરસ્ટાર વિનોદ ખન્નાનો દીકરો છે. અક્ષયે પોતાના અભિનય દ્વારા બોલીવુડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેની ઉંમર હવે 45 વર્ષની થઇ ગઈ છે, છતાં પણ અક્ષય હજુ કુંવારો છે.

Image Source

અક્ષય ખન્નાએ પોતાના બૉલીવુડ કરિયરની શરૂઆત વર્ષ 1997માં આવેલી ફિલ્મ “હિમાલય પુત્ર”થી કરી હતી, ત્યાર બાદ તેને બીજી ફિલ્મ “બોર્ડર” કરી આને ત્યારથી લઈને આજ સુધી બોલીવુડમાં તે પોતાની આગવી ઓળખ ઉભી કરતો ગયો, પરંતુ અક્ષયના ચાહકોનો હંમેશા એક જ પ્રશ્ન રહ્યો છે કે 45 વર્ષના થવા છતાં પણ તેને લગ્ન કેમ નથી કર્યા? તો આજે અમે તમને એના કારણ વિશે જણાવીશું.

Image Source

અક્ષય ખન્નાએ પોતાના ફિલ્મી કાળ દરમિયાન ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અને ઘણી અભિનેત્રીઓ સાથે પણ જોવા મળ્યા છે, તો ઘણી અભિનેત્રીઓ સાથે તેના નામ પણ જોડાયા છે તે છતાં પણ આજે અક્ષય કુંવારો છે. “ફીલ ચાહતા હે” જેવી ફિલ્મ માટે ક્ષયને ફિલ્મફેયર બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે.

પરંતુ અક્ષય ખન્નાના જીવનની એક દિલચસ્પ વાત છે જે ઘણા ઓછા લોકોને ખબર હશે. અક્ષય ખન્નાની માટે કપૂર પરિવારની દીકરી માટેનો સંબંધ પણ ગયો હતો. એક ખબર અનુસાર અક્ષય ખન્નાના લગ્ન કરિશ્મા કપૂર સાથે થવાના હતા. રણધીર કપૂરે જ પોતાની દીકરીનો માટેનો સંબંધ વિનોદ ખન્નાના દીકરા માટે મોકલ્યો હતો. પરંતુ કરિશ્માની મા બબીતા કપૂરને આ સંબંધ પસંદ ના આવ્યો. તે નહોતી ઇચ્છતી કે કરિશ્માના કેરિયર ઉપર કોઈપણ પ્રકારની રોક લાગી જાય. ત્યારે કરિશ્મા કપુરની માતા બબીતાએ ના કહ્યું ના હોત તો આજે કરિશ્મા અને અક્ષય પતિ પત્ની હોતા.

Image Source

એક ઇન્ટરવ્યૂની અંદર જયારે અક્ષય ખન્નાને પૂછવામાં આવ્યું કે તે લગ્ન કેમ નથી કરી રહ્યા ત્યારે તેના જવાબમાં અક્ષયે કહ્યું હતું કે મને બાળકો પસંદ નથી તેના કારણે મેં અત્યાર સુધી લગ્ન નથી કર્યા.  આ સિવાય પણ પોતાના લગ્ન માટે અક્ષયે કહ્યું હતું કે: “હું ક્યારેય લગ્ન કરવા નથી માંગતો, અમને એકલા રહેવું ગમે છે. હું થોડા સમય માટે કોઈ સંબંધને નિભાવી શકું છું પરંતુ લાંબા સમય સુધી કોઈ સંબંધને ચલાવી શકું તેમ નથી.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.