એક સમય હતો જયારે અક્ષય કુમાર અને અભિનેત્રી કૈટરીના કૈફની જોડીનો બોલીવુડમાં ડંકો વાગતો હતો. બંન્નેએ એકસાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.જેમા સિંઘ ઇઝ કિંગ, નમસ્તે લંડન,વેલકમ, દે ધના ધન,હમકો દીવાના કર ગયે વગેરે ફિલ્મોમાં આ જોડીએ બોક્સ ઓફિસ પર ખુબ કમાણી કરી હતી.જો કે વર્ષ 2010 પછી બંન્નેએ એકસાથે એકપણ ફિલ્મમાં કામ કર્યુ ન હતું.પણ જણાવી દઈએ કે હવે આ સુપરહિટ જોડી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ દ્વારા કમબેક કરવા જઈ રહી છે.
અક્ષય-કૈટરિનાની જોડીને ફિલ્મી સ્ક્રીન પર લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. કૈટરિનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અક્ષયની સાથે કામ કરવાને લઈને તે પહેલાથીજ એકદમ કમ્ફર્ટ છે, અક્ષય ખુબ જ સારા કો-સ્ટાર છે અને તેની સાથે સેટ પર કામ કરવામાં ખુબ મજા આવે છે.
અક્ષય કૈટરિનાએ ફિલ્મ સૂર્યવંશીના શૂટિંગની શરૂઆત કરી દીધી છે. ફિલ્મમાં કૈટરીના કૈફ લીડ રોલમાં નજરમાં આવશે અને અક્ષય કુમાર પોલીસના કિરદારમાં જોવા મળવાના છે. હાલમાં જ કૈટરીના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં તે અક્ષયની સાથે શૂટિંગ કરતી દેખાઈ રહી છે અને કૈપ્શનમા લખ્યું કે,”સિંગિંગ ઈન ધ રૈન”.જણાવી દઈએ કે રિપોર્ટના અનુસાર આ તસ્વીર ને ગીત ‘ટીપ ટીપ બરસા પાની’નું રીમેક જણાવામાં આવ્યું છે.
રવીના ટંડન અને અક્ષયની ફિલ્મ મોહરા જે વર્ષ 1994 માં રિલીઝ થઇ હતી, જેમાં બંનેનું વરસાદમાં શૂટ કરવામાં આવેલું ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ ખુબ સુપરહિટ સાબિત થયું હતું અને તેનો ડાન્સ અને મ્યુઝિક આજે પણ લોકોને ખુબ પસંદમાં આવી રહ્યું છે.રિપોર્ટ અનુસાર આજ ગીતનું રીમેક અક્ષયની આવનારી ફિલ્મ સૂર્યવંશમમાં હોઈ શકે તેમ છે.
View this post on Instagram
Singing in the rain ☔️ #sooryavanshi @akshaykumar @itsrohitshetty @farahkhankunder
ફિલ્મ સૂર્યવંશીને રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરી રહ્યા છે અને તેના પ્રોડ્યુસર કરન જોહર છે. ફિલ્મ 27 માર્ચ 2020 ના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.દર્શકો પણ અક્ષય-કૈટરિનાની જોડીના કમબેકને લીધે ખુબ જ ઉત્સાહિત છે અને બંન્નેની આ તસ્વીરને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.હવે જોવાનું એ રહેશે કે વાસ્તવમાં સૂર્યવંશી ફિલ્મ માં ‘ટીપ ટીપ બરસા પાની’નું રીમેક હશે કે નેહી”?
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks