બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર, જેકલીન ફર્નાંડિસ અને નુસરત ભરૂચા સ્ટારર “રામસેતૂ” બોલિવુડની અપકમિંગ મોટી ફિલ્મ છે. આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે, અક્ષય કુમાર સહિત ક્રૂના સભ્યોએ શુટિંગના પહેલા ચરણ દરમિયાન કોરોના માટે સકારાત્મક પરીક્ષણ કરાવ્યુ હતું. ટીમે તાજેતરમાં તેમનું ઉટી શેડ્યૂલ પૂર્ણ કર્યું છે. અને રીપોર્ટ અનુસાર તેઓ ફિલ્મના મોટા ભાગના શૂટિંગ માટે શ્રીલંકા જવાના હતા.
જો કે, ફિલ્મની ટીમના એક આંતરિક વ્યક્તિએ ઇન્ડિયા ટુડેને માહિતી આપી છે કે ક્રૂ હવે પરવાનગીની સમસ્યાને કારણે શ્રીલંકાને બદલે દમણમાં શુટિંગ કરશે. ટીમ શ્રીલંકામાં ફિલ્મના ક્લાઇમેક્સ સહિત મુખ્ય સિક્વન્સ શૂટ કરવા માટે ઉત્સાહિત હતી, પરંતુ પ્રોટોકોલને કારણે ટીમ માટે વિદેશમાં મુસાફરી કરવાનું મુશ્કેલ બન્યું.
ગયા વર્ષે દિવાળીમાં રામ સેતુની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ કોરોનાવાયરસને કારણે ફિલ્મ શુટિંગમાં વિલંબ થયો હતો. ઉટીના શેડ્યૂલમાં અક્ષય અને જેક્લીને એક ગીત અને કેટલાક અન્ય મહત્વપૂર્ણ દ્રશ્યો શૂટ કર્યા હતા. રીપોર્ટ અનુસાર, રામ સેતુમાં અક્ષય બિલકુલ અલગ અવતારમાં જોવા મળશે, જે આજ પહેલા તે કયારેય જોવા મળ્યો નથી. તે ફિલ્મમાં ઘણી બધી એક્શન કરતો જોવા મળશે, જેમાં સમુદ્રમાં સેટ કરેલા ઘણા ડીપ-ડાઇવિંગ સીન્સનો સમાવેશ થાય છે.
આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક શર્મા કરી રહ્યા છે જેમણે અગાઉ તેરે બિન લાદેન અને પરમાણુનું નિર્દેશન કર્યું છે. અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ દમણમાં ‘રામ સેતુ’નું શૂટિંગ શરૂ કરશે. ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર, કોવિડ પ્રોટોકોલને કારણે યુનિટ શૂટિંગ માટે શ્રીલંકા જઈ શક્યું ન હોવાથી, તેઓ હવે તે ભાગનું શૂટિંગ દમણમાં કરી રહ્યા છે અને તે થોડું લાંબુ શેડ્યૂલ હશે.
નુસરત ભરુચા સહિત ફિલ્મના લગભગ તમામ મુખ્ય પાત્રો શૂટનો ભાગ હશે. આ શેડ્યૂલ એક્શનથી ભરપૂર હશે કારણ કે ફિલ્મ માટે ઘણા એક્શન સીન્સ હશે જે તૈયાર કરવામાં આવશે. ‘રામસેતુ’ના શૂટને કોરોનાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને હવે ફિલ્મના નિર્માતાઓ વર્ષના અંત સુધીમાં શેડ્યૂલને પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.
અક્ષય કુમાર જેકલીન ફર્નાંડિસ સાથે ગઇકાલે એટલે કે સોમવારના રોજ સાંજે દમણ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો અને તેઓ ઉમરગામના નારગોલ તેમજ દમણ બીચ પર શુટિંગ કરવાના છે.ફિલ્મના જે મહત્વના ભાગનું શુટિંગ છે તે બીચ પર કરવામાં આવશે. આ માટે જ અક્ષય કુમાર અને જેકલીન સાથે ટીમ પર અહીં આવી પહોંચી છે. દમણ કોસ્ટગાર્ડની ટીમે અક્ષય કુમાર અને જેકલીન ફર્નાંડિસનું સ્વાગત કર્યુ હતુ.
દમણમાં દમણ કોસ્ટગાર્ડ દ્વારા બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડિઝનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને આ વીડિયો પણ સામે આવ્યો છે. રામસેતુ ફિલ્મના શૂટિંગ માટે બંને કલાકારો દમણ આવ્યા છે.. દમણમાં કોસ્ટ ગાર્ડ એરપોર્ટ પર બંને કલાકારો હેલિકોપ્ટરથી શૂટિંગ માટે આવ્યાં હતા. ગુજ્જુરોક્સ પાસે એવી માહિતી છે કે, અક્ષય કુમાર ડેલટીન હોટેલમાં રોકાણ કરવાનો છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, જેકલીન ફર્નાંડિસે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને અક્ષય કુમાર જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જેકલીન અક્ષય કુમાર તરફ ઇશારો કરી રહી છે અને અક્ષય કુમાર જેકલીનનો મોબાઇલ ખેંચવાની કોશિશ કરી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
આ ઉપરાંત અક્ષય અને જેકલીનનો હજી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ચોપરની અંદર બારીમાંથી તેજ હવાના ફ્લોની મદદથી જેકલીન તેના વાળને કર્વ બનાવતી જોવા મળી રહી છે. આ વીડિયો ત્યારનો છે જયારે અક્ષય અને જેકલીન બંને દમણ માટે રવાના થયા હતા.
View this post on Instagram