અક્ષય કુમાર આજકાલ તેમની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 4’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એમને હાલ જ આ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ટ્રેન દ્વારા ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. એ પ્રમોશન દરમિયાન અક્ષય કુમારની દીકરી નિતારા કુમાર પણ એમની સાથે હાજર હતી.
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા અક્ષય કુમારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો હતો. એ વીડિયોના કૅપ્શનમાં તેમને લખ્યું હતું કે, ‘હું થોડો ચિંતામાં હતો કે 17 કલાકની લાંબી મુસાફરીમાં હું નિતારાને કેવી રીતે એન્ટરટેન કરીશ, પણ તેને સારી રીતે મેનેજ કરી લીધું.’
જણાવી દઈએ કે નવા કોન્સપ્ટ દ્વારા ‘હાઉસફુલ 4’ની ટીમે ટ્રેનમાં પ્રચાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરેલ વીડિયોમાં અક્ષયે તેની દીકરી આ પ્રમોશન દરમિયાન ટ્રેનમાં કેવી રીતે ટાઈમપાસ કરે છે તે બતાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.
અક્ષય કુમાર સાથે આ ફિલ્મમાં બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, કૃતિ સેનન અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દિવાળીના બે દિવસ પહેલા 25 ઓક્ટોબર 2019ના દિવસે રિલીઝ થવાની છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.