ફિલ્મી દુનિયા

જયારે કારણ જોહરના શોની અંદર ગુસ્સે થયો હતો અક્ષય કુમાર, કહ્યું: “શું કામ કરે છે તું આવું?” વિડીયો થયો વાયરલ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલીવુડમાં જાણે હોબાળો મચી ગયો છે, એક પછી એક અભિનેતાઓ સુશાંતના સમર્થનમાં આગળ આવી રહ્યા છે અને બોલીવુડની કેટલીક એવી બાબતો ખુલ્લી કરી રહ્યા છે જેને જાણીને કોઈને પણ આશ્ચર્ય થયા, આ દરમિયાન ઘણા જુના વિડીયો પણ સામે આવી રહ્યા છે. જેની અંદર પણ બોલીવુડના ઘણા રહસ્યો ઉઘાડા પડી રહ્યા છે.

Image Source

એવો જ એક વિડીયો અક્ષય કુમારનો સામે આવ્યો છે જની અંદર અક્ષય કુમાર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં જોવા મળી રહ્યો છે અને આ દરમિયાન જ તે કરણ જોહર ઉપર ગુસ્સે પણ થઇ જાય છે. જો કે આ વીડિયોમાં સુશાંત વિષે કઈ વાત નથી કરવામાં આવી પરંતુ કેટલીક વાતો એવી છે જેના કારણે કરણ જોહરની કેટલીક વાતો ખુલ્લી પડે છે.

Image Source

આ વિડીયો જૂનો વિડીયો છે જેને એક ટ્વીટર યુઝર્સે શેર કર્યો છે. જેમાં અક્ષય કુમાર કરણને કહે છે કે: “એવા ઘણા શો છે અને આવશે જેની અંદર એકબીજાની ખમમીઓ વિષે પ્રશ્ન કરવામાં આવશે, ઘણીવાર પેપરમાં પણ કઈ પણ પ્રકાશિત થઇ જાય છે. જેનો જવાબ આપવો નથી બનતો. બીજા દિવસે સામેવાળાને ફોન કરીને જણાવું પડે છે કે જે તેને લખ્યું છે કે બતાવ્યું છે તેના કહેવાઓ આ મતલબ નહોતો.  સામે વાળાએ કઈ આવું પૂછ્યું હતું વગેરે.. શા કારણે કરે છે તું આમ? શું કામ કોઈની ખામીઓ બહાર લાવી અને લડાવે છે ? આ ખુબ ભયાનક છે.

Image Source

કરણ જોહર અક્ષયની આજ વાતનો જવાબ આપતા જણાવે છે કે: “ઈન્ડસ્ટ્રીઝમાં કોઈની પાસે સેન્સ ઓફ હ્યુમર નથી. તે પોતે પણ પોતાનો મઝાક બનાવે છે.” ત્યારે અક્ષય એને પૂછે છે કે “જો કોઈની પાસે સેન્સ ઓફ હ્યુમર નથી તો મારી પાસે કેવી રીતે હશે?”

આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અક્ષયના ચાહકો તેના આ સવાલ અને જવાબની પ્રસંશા પણ કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.