અક્ષય કુમારે સાઉથ Vs બોલિવુડ પર ટીકા કરતા યુઝર્સને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યુ- ટેલેન્ટ પર સવાલ…

બોલિવુડ ઇન્ડસ્ટ્રી વિરૂદ્ધ ખેલાડી અક્ષય કુમાર બધા મુદ્દા પર પોતાની રાય ખુલીને રાખવાનું પસંદ કરે છે. આજકાલ બોલિવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીને લઇને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર કિચ્ચા સુદીપના નિવેદનથી વિવાદ ઊભો થઇ ગયો છે. તે બાદ અજય દેવગને આના પર પોતાની વાત રાખી. વાત એટલી વધી ગઇ કે બધા ભાષા અને સાઉથ Vs બોલિવુડ સિનેમાને લઇને પોતાની વાત રાખતા નજર આવી રહ્યા છે. ટ્વિટર પર સામાન્ય પબ્લિક પણ આ મુદ્દે પોતાની વાત રાખી રહી છે.

ત્યારે હાલમાં જ અક્ષય કુમાર એક ઇવેન્ટમાં નજર આવ્યો હતો. આ દરમિયાન તેણે આ મુદ્દે પોતાની વાત રાખી હતી. અક્ષય કુમારે લોકોને સલાહ આપતા કહ્યુ કે, તેમને કોઇ પણ વાતને આટલી ના વધારવી જોઇએ. તેમણે અફસોસ જતાવતા કહ્યુ કે લોકો કેવી પીતે બે વસ્તુઓને ડિવાઇડ કરવામાં લાગી જાય છે. જ્યારે અભિનેતાને બોલિવૂડમાં સતત સાઉથની ફિલ્મોની રિમેક બનાવવા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અક્ષયે કહ્યું, “મને સમજાતું નથી કે લોકો ટ્વિટર પર શા માટે ટીકા કરી રહ્યા છે.

જો કન્નડ, મલયાલમ, તમિલ અથવા તેલુગુ ભાષામાં કંઈ સારું હોય તો ફિલ્મ બને છે અને અમે રાઇટ્સ ખરીદીએ છીએ અને તેની હિન્દી રિમેક બનાવીએ છીએ, તો તેમાં ખોટું શું છે ? લોકો ટેલેન્ટ પર સવાલ કેમ ઉઠાવી રહ્યા છે.”અક્ષય કુમાર આગળ કહે છે, અમે બધા પ્રયાસ કરી રહ્યા છીએ. અફસોસની વાત એ છે કે આપણે સાઉથ Vs બોલીવુડ વિવાદનો ભોગ બની ગયા છીએ. આપણે તેને ઉદ્યોગ કેમ ન કહી શકીએ? આપણી બધી ભાષાઓ સારી છે. આપણે આપણી મધર ટંગમાં વાત કરીએ છીએ.

અફસોસ એ વાતનો છે કે આપણે બધા ડિવાઇડ કરવામાં લાગેલા છીએ. જણાવી દઇએ કે, અક્ષય કુમાર આજ કાલ તેની અપકમિંગ ફિલ્મ પૃથ્વીરાજના પ્રમોશન્સમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશે સંભાળ્યુ છે. આ ફિલ્મથી માનુષી છિલ્લર ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં સોનુ સૂદ પણ જોવા મળશે. આ ફિલ્મ 3 જૂનના રોજ થિયેટરમાં રીલિઝ થવા જઇ રહી છે.

Shah Jina