ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ પછી મુંબઈમાં હજુ એક અભિનેતાનું શંકાસ્પદ મૌત, રુવાડા ઉભા કરી દેશે

કોરોના મહામારી વચ્ચે જ્યા એક તરફ હજી તો અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુનું કારણ ઉકેલાયું નથી ત્યાં તો બીજા એક દિગ્ગ્જ અભિનેતાની મૃત્યુના સમાચાર આવ્યા છે. મૂળ બિહારના મુજ્જફરના રહેનારા અભિનેતા અક્ષત ઉત્કર્ષની મુંબઈમાં શંકાસ્પદ મૃયુ થઇ છે. અક્ષતે પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યું છે.

Image Source

અક્ષત મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા. રિપોર્ટ અનુસાર અક્ષત બોલીવુડના નવા નવા અભિનેતા હતા. અક્ષતના પરિવારના લોકોનો આરોપ છે કે અક્ષતની હત્યા કરવામાં આવી છે. તેમણે મુંબઈ પોલીસ પર સહિયોગ ન આપવાનો આરોપ પણ લગાવ્યો છે.

Image Source

મુંબઈ પોલીસે પરિવારને મૌતના મામલામાં દર્જ થયેલી પ્રાથમિકીની કોઇ કોપી પણ નથી આપી. મંગળવારે સવારે પરિવારના લોકો અક્ષતના મૃત શરીરને પ્લેન દ્વારા મુંબઈથી લઈને પટના એરપોર્ટ પર પહોંચ્યા હતા.

Image Source

અક્ષતના મામા રણજિત સિંહએ તેની મૃત્યુ શંકાસ્પદ જણાવી છે. તેણે પોતાના મંતવ્યમાં કહ્યું કે અક્ષતે રવિવારની રાતે નવ વાગ્યે તેણે વિજયંત કિશોર સાથે વાત કરી હતી અને મોડી રાતે તેના આત્મહત્યાના સસાચાર મળ્યા.

Image Source

અક્ષતની સાથે રહેનારી તેની મહિલા મિત્ર સ્નેહા ચૌહાણએ પરિવારને ફોન પર ઘટનાની સૂચના આપી. સ્નેહા મૂળ નોઈડાની રહેનારી છે. તેણે પરિવારને જાણ કરતા કહયું કે અક્ષતે ફાંસી લગાવી લીધી છે.

Image Source

ઘટનાની જાણ થતા જ પરિવરના લોકો મુંબઈ આવી પહોંચ્યા હતા અને તેને ગંભીર હાલતમાં કોકિલાબેન હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, તેની હાલત વધારે ગંભીર હોવાથી ત્યાંથી તેઓને કૂપર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા જ્યા અક્ષતની મૃત્યુ થઇ હતી.

Image Source

પરિવારનો આરોપ છે કે 6 ફૂટની હાઈટ વાળો અક્ષત મોટા ટુવાલથી ફાંસીનો ફંદો બનાવીને કેવી રીતે મરી શકે છે? અક્ષતની આ આત્મહત્યા નહિ પણ તેની હત્યા કરવામાં આવી છે.

અક્ષત આગળના બે વર્ષથી મુંબઇના અંધેરી વેસ્ટમાં રહેતા હતા. અક્ષતે એમબીએ ની ડિગ્રી મેળવી હતી અને તે મુંબઈમાં નોકરી કરવાની સાથે સાથે અભિનય પણ કરતા હતા. આવનારી ફિલ્મ ‘લિટ્ટી ચોખા’માં તેમણે અભિનય કર્યો હતો.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.