દિલ્હી અક્ષરધામના મેટ્રો સ્ટેશન ઉપરથી કૂદીને મોતને ભેટનારી યુવતીની હાલમાં જ છૂટી હતી નોકરી, કહાની છે ભાવુક કરી દેનારી

ગત ગુરુવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પર એક છોકરી ચડતી જોવા મળી હતી. જેને બચાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા અને હોસ્પિટલમાં તે યુવતીએ દમ તોડી દીધો હતો. યુવતી પંજાબના હોશિયારપુરની રહેવાસી હતી. ડીસીપી મેટ્રો જિતેન્દ્ર મણિના જણાવ્યા અનુસાર, તે હરિયાણાના ગુરુગ્રામમાં કામ કરતી હતી અને તાજેતરમાં તેણે નોકરી છોડી દીધી હતી.

ડીએસપી મેટ્રોએ જણાવ્યું કે યુવતીની ઉંમર લગભગ 25 વર્ષની હતી. મેટ્રો સ્ટેશનની છત પરથી કૂદ્યા બાદ તેને ચાદર વડે બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, કૂદ્યા બાદ તેનું શરીર જમીન પર પટકાયું, ત્યારબાદ તેના શરીરમાં અનેક ફ્રેક્ચર થયા.

જિતેન્દ્ર મણિએ કહ્યું કે, હાલમાં કૂદવા પાછળના કારણો અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. યુવતી પાસેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. પહેલા તે ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. નોકરી છોડ્યા પછી, તે અત્યારે ક્યાંય કામ કરતી નહોતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કયા કારણોસર તે કૂદી પડી ? કઇ મજબૂરીમાં તેણે આટલું મોટું પગલું ભર્યું ? તે હજુ સ્પષ્ટ થયું નથી.

યુવતીનો પરિવાર હોશિયારપુરના કમાલપુર મોહલ્લામાં રહે છે.યુવતીની દાદીએ જણાવ્યું કે તેની પૌત્રીનું નામ દિયા છે અને તે સાંભળી કે બોલી શકતી નથી. તેમણે કહ્યું કે મારા સિવાય પરિવારમાં કોઈ (દિયાના માતા-પિતા અને નાની બહેન) બોલી અને સાંભળી શકતું નથી. જ્યારે દિયાની દાદીએ આત્મહત્યા પાછળના કારણો વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તેણે આવું પગલું કેમ ભર્યું તે ખબર નથી.

Niraj Patel