આકાંક્ષાની આત્મહત્યા પછી અક્ષરા સિંહનો મગજ ફાટ્યો, કહ્યું કે છોકરીના જીવતા ગંદી…

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ 26 માર્ચના રોજ હોટલના રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તેની મોતની ખબર સામે આવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેના ચાહકોને મોટો ઝાટકો લાગ્યો હતો. આકાંક્ષા દુબેની મોત બાદ ઘણા ભોદપુરી સ્ટારે શોક જતાવ્યો હતો. ત્યારે અક્ષરા સિંહે આકાંક્ષાની મોત બાદ એક પોસ્ટ શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ. અક્ષરા સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી લખ્યુ- છોકરીના જીવતા જો તેને બેઆબરૂ કરે છે,

લોકો અલગ અલગ રીતની ગંદી વાતો કરે છે અને મર્યા પછી તસવીર પોસ્ટ કરે છે. સાથે ઇન્ટરવ્યુ આપે છે એવા કે જેમ સંસારના મોટા મહાત્મા અમારી ઇન્ડસ્ટ્રીમાં પધાર્યા હોય. જણાવી દઇએ કે, અક્ષરા સિંહની આ પોસ્ટ ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચાનો વિષય બની. જણાવી દઇએ કે, આકાંક્ષા દુબેની મોતની ખબર સાંભળી ચાહકોનું દિલ તૂટી ગયુ હતુ. ત્યાં ભોજપુરી ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે નમ આંખે અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી.

આકાંક્ષા દુબેની માતાએ અભિનેત્રીના મોત બાદ ભોજપુરી સિંગર સમર સિંહ પર ઘણા આરોપ લગાવ્યા. તે બાદ પોલિસે તેના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જણાવી દઇએ કે, અક્ષરા સિંહ બુધવારે આકાંક્ષાના પૈતૃક આવાસ ભદોહી જિલ્લાના બરદહાં ગામ પહોચી હતી. અક્ષરાને જોતા જ આકાંક્ષાની માતા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. આ દરમિયાન અક્ષરા પણ ભાવુક થઇ ગઇ અને તેણે આકાંક્ષાની માતાને ગળે લગાવી સંવેદના વ્યક્ત કરી અને તેમને હિંમત આપી.

આકાંક્ષા દુબેની મોત બાદ અભિનેત્રી રાની ચેટર્જીએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તે અભિનેત્રીની મોત પર દુખ જતાવતી નજર આવી હતી. સાથે જ રાનીએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીની પોલ પણ ખોલી. રાનીએ લખ્યુ હતુ કે, બધાને ખબર છે પણ કોઇ કંઇ નહિ બોલે કારણ કે બધા એક જ થાળીનૂ મૂલી છે અને છોકરી બધાને જોઇએ અફેર કરવું છે અને તેની સાથે બધી જગ્યાએ દેખાવું છે.

જ્યારે તે છોકરી પર તમારો થપ્પો લાગી જાય છે તો તમારે તેનાથી દૂર ભાગવું છે કારણ કે પછી તમને કોઇ નવી છોકરી જોઇએ, કારણ કે તમે જેને લઇને ફરી રહ્યા છો તે તો લગ્ન કરવાનું કહી રહી છે. છોકરીઓને એ સમજવું જોઇએ કે તે તમારો ઉપયોગ કરી રહ્યો છે. આપણી ઇન્ડસ્ટ્રીમાં પુરુષ વધારે છે પણ મર્દ ઘણા ઓછા લોકો છે.

Shah Jina