ખબર ફિલ્મી દુનિયા

સુશાંતના મૃત્યુ પછી આ હિરોઈને બોલીવુડનો કાંડ છતો કર્યો, કહ્યું કે “મારી સામે પણ આત્મહત્યાની હાલત…”

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલીવુડના ઘણા બધા રહસ્યો ઉઘાડા પડી રહ્યા છે. ઘણા વર્ષોથી બોલીવુડના નેપોટિઝ્મનો મુદ્દો પણ ગરમાયેલો છે. થોડા થોડા સમય આ મુદ્દા ઉપર ચર્ચાઓ ચાલે છે અને શાંત પડી જાય છે. પરંતુ અભિનેતા સુશાંત સિંહની આત્મહત્યા બાદ હવે આ મુદ્દા ઉપર મોટી ચર્ચા ચાલી રહી છે. ઘણા બધા અભિનેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ બધા વચ્ચે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ પણ મેદાનમાં આવી છે અને તને પણ ઘણા સવાલો ઉભા કર્યા છે.

Image Source

અક્ષરા સિંહે એક વિડીયો પોસ્ટ કર્યો છે અને ખુલાસો કરતા કહ્યું છે કે: “સ્ટાર કિડ્સને ઇન્ડસ્ટ્રીમાં આવવાનો મોકો સરળતાથી મળી જાય છે. જે કલાકાર બનવા માંગે છે, પ્રતિભાશાળી છે, એવા લોકોને મોકો મળવો જોઈએ, સ્ટારકિડ્સએ પણ સંઘર્ષમાંથી પસાર થવું જોઈએ, તેમને પણ ઓડિશન આપવું જોઈએ.”

Image Source

અક્ષરાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં જૂથબંધી થાય છે એમ પણ જણાવ્યું હતું, તેને કહ્યું કે: “જયારે હું અહીંયા નવી નવી આવી હતી તો હું જો બીજા અભિનેતા સાથે કામ કરતી તો બીજો અભિનેતા મારી સાથે કામ કરવાની ના કહી દેતો. ત્યારે એવું કહેવામાં આવતું કે તે પેલા જૂથની અભિનેત્રી છે. મને ઘણી બધી ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવી છે, આખી ઇન્ડસ્ટ્રી એજ બાજુ થઇ ગઈ છે.”

Image Source

અક્ષરાએ આગળ જણાવતા કહ્યું કે: “મારી સામે એવા હાલત બનાવી દેવામાં આવ્યા કે હું આત્મહત્યા કરવાની સ્થિતિમાં પહોંચી ગઈ હતી, એ સમયે મારો કોઈએ સાથ નહોતો આપ્યો, હું ખુબ જ મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહી હતી. જયારે તમે જીવતા હોવ છો ત્યારે તમારી પાસે કોઈ નથી આવતું. પરંતુ મર્યા બાદ લોકો મીણબત્તી લઈને નીકળી પડે છે. હું આજે પણ લડી રહી છું.”

Image Source

થોડા દિવસ પહેલા જ અક્ષર સિંહે સુશાંતના ઘરે જઈ અને તેને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ સાથે જ તેને સુશાંતના પિતા કેકે સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન અક્ષરાની આંખો પણ ભીની થઇ ગઈ હતી. અક્ષરાએ કહ્યું હતું કે બહુ જ સારો માણસ ચાલ્યો ગયો. સુશાંતને ખોવાણું દુઃખ દરેક સ્ટારને છે.

જુઓ વીડિયોમાં અક્ષરાએ શું કહ્યું:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.