દેશની દર્દનાક હકિકતને આ ફિલ્મે….જાણો દેશના અસલી હીરો અક્ષય કુમારે શું શું કહ્યું

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દરરોજ હેડલાઇન્સ બનાવી રહી છે. ઘણા લોકો તેના સમર્થનમાં બોલી રહ્યા છે તો ઘણા લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. આ દરમિયાન, બોલિવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પણ આ ફિલ્મ પર ટિપ્પણી કરી છે. ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ-2022 સમારોહનું ઉદઘાટન બિસનખેડી સ્થિત માખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન, ભોપાલના નવા કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અભિનેતા અક્ષય કુમાર પણ પહોંચ્યો હતો.અક્ષય કુમારે કહ્યું કે વિવેક અગ્નિહોત્રીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં દેશનું ખૂબ જ દર્દનાક સત્ય રજૂ કર્યું છે.

તેમણે શુક્રવારે ભોપાલમાં કહ્યું કે આપણે બધાએ દેશની વાર્તાઓ કહેવાની છે. કેટલીક જાણીતી, તો કેટલીક સાંભળ્યા વગરની. જેમ કે વિવેક અગ્નિહોત્રીએ ધ કાશ્મીર ફાઇલ્સ બનાવીને આપણા દેશનું ખૂબ જ દર્દનાક સત્ય રજૂ કર્યું છે. આ ફિલ્મ એક લહેર તરીકે આવી જેણે અમને બધાને હચમચાવી દીધા. જો કે, તેમણે મજાકમાં એમ પણ કહ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સે મારી ફિલ્મ પણ ડૂબાડી દીધી. ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ અક્ષય કુમારનું આ આખું નિવેદન ટ્વિટર પર શેર કર્યું છે.

વીડિયો શેર કરીને તેણે અક્ષય કુમારનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ તોડી રહી છે. કાશ્મીર ફાઈલ્સનો આંકડો 207 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની કમાણીના લેટેસ્ટ આંકડા શેર કર્યા છે, જેમાં તેણે જણાવ્યું કે કાશ્મીર ફાઇલ્સ 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ પોસ્ટ પેન્ડેમિકમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની છે.

ફિલ્મ ધ કાશ્મીર ફાઇલને હરિયાણાથી લઈને ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. હજુ પણ ઘણા રાજ્યોમાંથી તેને ટેક્સ ફ્રી કરવાની માંગ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કાશ્મીર ફાઇલને ટેક્સ ફ્રી બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિધાનસભા સત્રને સંબોધતા તેમણે કહ્યું હતું કે કાશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી બનાવવાની માંગ શા માટે કરવામાં આવી રહી છે. તે યુટ્યુબ પર મૂકો બધા ફ્રીમાં જોશે, ‘તમે ટેક્સ ફ્રી કેમ કરો છો?

Shah Jina