Akhil Mishra Passes Away At 58 :મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો આવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે હાલ વધુ એક ખબરે ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આમિર ખાનની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’માં લાઇબ્રેરીયન દુબેની ભૂમિકા માટે જાણીતા અભિનેતા અખિલ મિશ્રાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ 58 વર્ષના હતા. અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ‘ETimes’ના એક અહેવાલ મુજબ, અભિનેતા તેના રસોડામાં કામ કરી રહ્યો હતો અને લપસી ગયો.
પત્ની હતી શૂટિંગમાં :
અખિલના પરિવારમાં તેની પત્ની સુઝાન બર્નર્ટ છે, જે એક જર્મન અભિનેત્રી છે. અખિલે અંતિમ શ્વાસ લીધા ત્યારે તે હૈદરાબાદમાં હતી. તેમણે કથિત રીતે કહ્યું, ‘મારું હૃદય તૂટી ગયું છે, મારો જીવનસાથી ચાલ્યો ગયો.’ મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના બની ત્યારે અખિલ મિશ્રાની પત્ની અને અભિનેત્રી સુઝેન બર્નર્ટ એક શૂટિંગ માટે હૈદરાબાદમાં હતી. સમાચાર સાંભળીને તે તરત જ પાછી ફરી. અખિલે 3 ફેબ્રુઆરી, 2009ના રોજ જર્મન અભિનેત્રી સુઝાન બર્નર્ટ સાથે લગ્ન કર્યા. બાદમાં તેઓએ 30 સપ્ટેમ્બર, 2011ના રોજ ફરીથી લગ્ન કર્યા.
ઘણી બધી ફિલ્મોમાં કર્યું છે કામ :
બંનેએ ફિલ્મ ‘ક્રમ’ અને ટીવી શ્રેણી ‘મેરા દિલ દિવાના’ (દૂરદર્શન)માં સાથે કામ કર્યું હતું. 2019 માં આ જોડીએ ‘મજનૂ કી જુલિયટ’ નામની ટૂંકી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમની ફિલ્મોમાં ‘ડોન’, ‘વેલ ડોન અબ્બા’, ‘હઝારોં ખ્વાશીં’નો સમાવેશ થાય છે. તેમણે ‘3 ઈડિયટ્સ’માં લાઈબ્રેરિયન દુબેની નાની પણ યાદગાર ભૂમિકા ભજવી હતી, જેમાં આમિર ખાન, શરમન જોશી, કરીના કપૂર ખાન, આર માધવન, બોમન ઈરાની હતા. તેણે પ્રખ્યાત શો ‘ઉતરન’માં ઉમેદ સિંહ બુંદેલાનું પાત્ર ભજવીને પણ પોતાની છાપ છોડી.
ટીવી ધારાવાહિકમાં પણ નિભાવ્યા છે દમદાર રોલ :
તમને જણાવી દઈએ કે અખિલે માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ ટીવી શોમાં પણ કામ કર્યું છે. તે ભંવર, ઉત્તરણ, ઉડાન, સીઆઈડી, શ્રીમાન શ્રીમતી, ભારત એક ખોજ, રજની સહિતના અન્ય ઘણા શોનો ભાગ હતો. અભિનેતાના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘણા બધા સેલેબ્સ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.