લગ્નનો મંડપ બન્યો અખાડો, લગ્નમાં ડાન્સ બંધ કરાવતા કન્યા પક્ષ વાળાએ વરરાજા સાથે આખી જાનને દોડાવી દોડાવીને માર્યા, વીડિયો થયો વાયરલ

હાલ દેશભરમાં લગ્નનો માહોલ છે અને લગ્નને લઈને ઘણી બધી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ઘણીવાર લગ્નની અંદર કોઈ એવી ઘટના બની જાય છે જેના કારણે જાન લીલા તોરણિયે પાછી ફરતી હોય છે, તો ઘણીવાર લગ્નમાં ઝઘડા થવાની પણ ઘટનાઓ સામે આવતી રહે છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મધ્યપ્રદેશના છતરપુરમાં એક લગ્નનો મંડપ એ સમયે અખાડો બની ગયો જ્યારે જાનૈયાઓ અને કન્યાપક્ષ વચ્ચે ઝઘડો થયો. વિવાદ એટલો વધી ગયો કે છોકરી વાળાએ વરરાજા સાથે આખી જાનને દોડાવી દોડાવીને માર માર્યો. આ ઉપરાંત લગ્નના મંડપમાં લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકતા પણ જોવા મળ્યા. વરપક્ષ અને કન્યાપક્ષ વચ્ચેના ઝઘડાને કારણે લગ્ન અટકી ગયા હતા, પરંતુ મામલો થાળે પડતાં પંચાયત અને વડીલોની સમજાવટ બાદ યુવતી ફરીથી લગ્ન કરવા રાજી થઈ ગઈ હતી અને બીજા દિવસે તમામ વિધિઓ પૂર્ણ કરી લગ્ન શાંતિથી સંપન્ન થયા.

આ મામલો 12 જૂનનો છે જ્યારે બંજારા પરિવારનું પન્ના નાકા પાસે ટીકમગઢથી છતરપુર સુધી જાન આવી હતી. જણાવવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન રાત્રે લગભગ 2.30 વાગ્યાના સુમારે લગ્નના મંડપમાં નૃત્યનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને લગ્નની વરઘોડો કાઢીને જાનૈયાઓ સામે કન્યાપક્ષના લોકો નાચતા હતા. યુવતીઓ અને મહિલાઓ ડાન્સ કરી રહી હતી. આ જોઈને જાનૈયાઓ એટલા કંટાળી ગયા કે તેઓએ ગાવાનું બંધ કરી અને લગ્નની વિધિ પૂરી કરવા કહ્યું. તેમ છતાં મહિલાઓએ ગાવાનું બંધ કર્યું ન હતું, જ્યારે નશામાં વરરાજાના ભાઈએ મ્યુઝિક સિસ્ટમને લાત મારી હતી, જેનાથી છોકરીપક્ષના લોકો ગુસ્સે થયા હતા અને થોડા સમય પછી લગ્નમંડપ અખાડો બની ગયો હતો.

જાનૈયાના વર્તનથી કન્યાપક્ષના લોકો એટલા ગુસ્સે થયા કે તેઓએ વરઘોડામાં આવેલા લોકોને માર મારવાનું શરૂ કર્યું. કન્યાપક્ષ અને જાનૈયાઓ વચ્ચે ખુરશીઓ ફેંકાવવા લાગી. જ્યારે વરરાજા સમજાવવા આવ્યો ત્યારે તેને પણ કન્યાપક્ષના લોકોએ માર માર્યો હતો અને વરઘોડા વાળાને દોડીને તેને માર માર્યો હતો.

આ દરમિયાન થયેલા વિવાદને જોઈને પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓએ પોલીસ સ્ટેશનને જાણ કરી, ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમ છતાં મામલો શાંત થયો ન હતો, ત્યારબાદ પોલીસે કડકતા દાખવી મામલો શાંત પાડ્યો હતો. હંગામા બાદ દુલ્હન પક્ષના લોકોએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જો કે, છોકરા પક્ષના વડીલોની સમજણ બાદ મામલો થાળે પડ્યો હતો અને બીજા દિવસે 13 જૂને શાંતિપૂર્ણ રીતે લગ્નની વિધિ સંપન્ન થઈ હતી.

Niraj Patel