જીવનશૈલી

આકાશ અને શ્લોકા અંબાણીએ 200 બાળકોને જમાડ્યું ભોજન, 6 ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા હંમેશા તેની ફેશનને લઈને ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા શ્લોકા અંબાણી 55 હજારની કિંમતના સેન્ડલ પહેરીને પાર્ટીમાં ગઈ હતી. તેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.


શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચના થયા હતા. આ લગ્ન દેશના સૌથી મોટા લગ્ન હતા. આકાશ-શ્લોકાનાં લગ્નમાં બૉલીવુડ,ક્રિકેટ અને રાજિનીતિના સ્ટાર્નો મેળાવડો જામ્યો હતો. ત્યારે ફરી એક વાર આકાશ અને શ્લોકાના ફોટા સામે આવ્યા છે. હાલમાં જ શ્લોકા અને આકાશના ઘણા ફોટો વાયરલ થયા હતા.


આ ફોટો 2016નો છે. જેમાં આંખ અને શ્લોકા સ્વતંત્ર દિવસના મૌકા પર ગરીબ બાળકોને જમવાનું આપી રહ્યા હતા. બન્નેએ મળીને 200 જેટલા બાળકોને જમાડ્યા હતા. આ જમવાનું ઘરે બનાવવામાં આવ્યું હતું. આ મૌકા પર શ્લોકાએ બ્લેક ટી-શર્ટ અને રિપ્ડ જીન્સમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

#akashambani and #shlokamehta with friends as they distribute meals to 200 poor families. #throwback #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


આકાશએ સિમ્પલ ટીશર્ટ અને હાફ પેન્ટ પહેર્યું હતું. આકાશ અંબાણીએ બાળકો સાથે સેલ્ફી પણ લીધી હતી. બાળકોને જમાડતી વખતે તેની સાથે રણબીર કપૂર પણ હતો. આજકાલ સોશિયલ મીડિયામાં આકાશ અંબાણી, શ્લોકા મહેતા અને રણબીર કપૂરની દસ્તો સાથેની તસવીરો વાયરલ થઇ રહી છે.


રણબીર કપૂરની પણ બાળકો સાથેની તસ્વીર સામે આવી છે. જયારે શ્લોકાએ ગરીબ પરિવાર પાસે બેસીને તેને જમવાનું પીરસે છે. બાદ બધા છોકરાઓને ટોપી પણ આપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા આકાશ અંબાણી, શ્લોકા મહેતા યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં પહોંચ્યા હતા. તેની સાથે નીતા અંબાણી પણ પહોંચી હતી.


નીતા અંબાણીએ શ્લોકોનો હાથ પકડ્યો હતો. તેનાથી સાફ દેખાઈ છે કે, નીતા અંબાણી તેની વહુનું કેટલું ધ્યાન રાખે છે. શ્લોકા મહેતાએ વ્હાઇટ ટોપ અને બ્લુ કલરનું સ્કર્ટ પહેર્યું હતું. જ્યારે નીતા અંબાણીએ બ્લેક કલરની સાડી પહેરી હતી.