જીવનશૈલી

લગ્ન પછી આકાશ અંબાણીનું કઈંક આવી રીતે ખ્યાલ રાખી રહી છે અંબાણી પરિવારની વહુ, જુવો તસવીરો

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન ગયા મહિને એટલે કે 9 માર્ચના રોજ હીરાના કારોબારી રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે થયા હતા. બંનેના આ શાહી લગ્ન ખૂબ જ ચર્ચામાં રહયા હતા. આ લગ્નમાં દેશ-વિદેશની મોટી મોટી હસ્તીઓ સામેલ થઇ હતી. બંનેના લગ્નની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. હાલમાં લગ્નના એક મહિના બાદ ફરીથી આ કપલ ચર્ચામાં આવ્યું છે. જો કે આ વખતે આ કપલ પોતાના લગ્નને કારણે ચર્ચામાં નથી પણ તેનું કારણ કઈંક જુદું જ છે.

Image Source

હકીકતે આકાશ અને શ્લોકા હવે સાથે જિમ પહોંચ્યા અને તેમની આ જ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર કુણાલ ગિરે આ બંનેની જીમની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરમાં આકાશ અને શ્લોકા સિવાય તેમના ટ્રેનર કુણાલ ગિર પણ જોવા મળે છે. આ તસ્વીરોમાં આકાશ પિન્ક ટીશર્ટ, બ્લુ શોર્ટ્સ અને પીળા બુટ પહેરેલા જોવા મળે છે, જયારે શ્લોકા સફેદ ટીશર્ટ અને બ્લ્યુ ડેનિમનું પ્લાઝો સ્ટાઇલ પેન્ટ પહેરેલી જોવા મળે છે.

આકાશ અને શ્લોકાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. બંનેના ચાહકો આ તસ્વીરને ખૂબ જ પસંદ કરી રહયા છે. કુણાલે આકાશ અને શ્લોકાને તેમના જિમમાં આવવા માટે આભાર વ્યક્ત કરતા બંનેના સારા વ્યવહારના વખાણ પણ કર્યા છે. આ તસ્વીરમાં આકાશ અને શ્લોકા એક સાથે ખૂબ જ ખુશ જોવા મળે છે. લોકોએ આ તસ્વીર પર વધામણી આપતા આકાશ અને શ્લોકાને લવલી કપલ કહ્યું છે.

આકાશ-શ્લોકા સ્કૂલમા એકસાથે ભણ્યા બાદ હવે જીમમાં પણ એકસાથે ટ્રેનિંગ લેતા જોવા મળશે. આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકાને ફેમસ કોચ કુણાલ ગિર ટ્રેનિંગ આપશે. કુણાલ ગિર એક સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. એ ઘણા બોલિવૂડ સેલિબ્રિટીને ટ્રેનિંગ આપે છે. કુણાલ ગિરના જીમમાં પહોંચવાવાળા આકાશ અને શ્લોકા પહેલા સેલિબ્રિટી નથી. આ પહેલા તેઓ અભિનેતા સંજય દત્ત અને કરણ જોહર માટે પણ કામ કરી ચુક્યા છે.

બોલીવૂડના ઘણા સ્ટાર્સની ફિટનેસ પાછળ કુણાલ ગિરનો હાથ છે. કુણાલે રણબીર કપૂરને ફિલ્મ સંજુમાં સંજય દત્ત જેવી બોડી બનાવવા માટે મદદ કરી હતી. ફિલ્મ બાહુબલીમાં પણ પ્રભાસ અને રાણા દગ્ગુબાતીને બોડી બનાવવામાં મદદ કરી હતી. સુસ્મિતા સેન પોતાના બોય ફ્રેન્ડ સાથે, શિલ્પાએ શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે અને બિપાશા બસુ પણ પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કુણાલ ગિરના જીમમાં એક્સરસાઇઝ કરતા જોવા મળ્યા છે.

Image Source

જણાવી દઈએ કે આકાશ સિવાય તેના નાના ભાઈ અનંત અંબાણીએ 18 મહિનામાં પોતાનું વજન 108 કિલો જેટલું ઓછું કરી લીધું હતું. તેમને ખાંડ અને જંક ફૂડ સંપૂર્ણપણે છોડી દીધું હતું. દિવસમાં 5-6 કલાક સુધી એક્સરસાઇઝ કરતા હતા. અનંત અસ્થમા અને બીજી મેડિકલ તકલીફોથી ઝૂઝી રહયા છે. એ પછી પણ તેમને પોતાનું વજન ઘટાડીને લોકોને ચોંકાવી દીધા હતા. તેમને કુદરતી રીતે જ વજન ઘટાડ્યું હતું. આ માટે તેમને યોગાનો સહારો લીધો હતો. તેમના આ ટ્રાન્સફોર્મેશનને જોઈને લોકોએ તેમના ખૂબ જ વખાણ કર્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks