ખબર

મુકેશ અંબાણીના પૌત્રની પહેલી તસ્વીર આવી સામે, જુઓ તમે પણ

નીતા અંબાણી તેની લકઝરીયસ લાઈફ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હાલ ફરી એક વાર અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો છે. દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ચૂક્યા છે. પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ આજે સવારે 11 વાગ્યે દીકરાને જન્મ આપ્યો છે. હાલમાં જ આકાશ અને શ્લોકા અંબાણીના દીકરાની પહેલી તસ્વીર સામે આવી છે.

શ્લોકા મહેતા દેશના સૌથી દિગ્ગજ હીરા કારોબારી રશેલ મહેતાની દીકરી છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના ઘરની વહુ હોવાની સાથે સાથે તે એક બિઝનેસ વુમન પણ છે. તે રોજી બ્લુ ફાઉન્ડેશનના ડાયરેક્ટરની પોસ્ટ ઉપર કામ કરી રહી છે. આ ઉપરાંત તે ConnectFor NGOની ફાઉન્ડર પણ છે. બિઝનેસ અને એનજીઓ સાથે જોડાયેલા કામમાંથી નવરાશ મળવા ઉપર શ્લોકા આઉટિંગ ઉપર પણ જાય છે. પતિ આકાશની જેમ જ શ્લોકાને પણ મોંઘી ગાડીઓનો ખુબ જ શોખ છે. શ્લોકા પાસે બેન્ટલી કાર છે જેની કિંમત 4 કરોડ રૂપિયા છે. શ્લોકા મહેતા પાસે મીની કૂપર અને મર્સીડીસ જેવી વૈભવી ગાડીઓ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambanifamily)