આજે આપણે વાંચતા અને સાંભળતા હોય છે કે, ફ્રોડ એકાઉન્ટથી છેતરપિંડીના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હાલ જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી તેનો ભોગ બની છે. કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર જાણીતા ઉધોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીનું ફેક એકાઉન્ટ બનાવી દીધું હતું.
જે રીતે આ ફેક આઈડી પર આકાશ અંબાણીનું એકાઉન્ટ હોય તે જ રીતે જ પોસ્ટ કરતો હતો. છેતરપિંડીનો ભોગ બનાર આ યુવતી તફેક એકાઉન્ટને સાચું માની ગઈ હતી.
જણાવી દઈએ કે, આકાશ અંબાણી ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ ટીમની મલિક છે. ભંગ બનનાર આ યુવતી ક્રિકેટની ફેન હતી. તો બીજી તરફ તે આકાશ અંબાણીના ફેક એકાઉન્ટને ફોલો કરતી હતી.
આ યુવતીનો લાભ લઈને ફ્રોડ વ્યક્તિ આકાશ અંબાણી બનીને મેસેજ છેલ્લા 2 થી 3 મહિનાથી વાત કરતો હતો. ત્યારબાદ આ યયુવકે યુવતીને વિશ્વાસમાં લઈને તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો. આ સિલસિલો વાતચીત સુધી પહોંચ્યો હતો.
યુવતી અને ફ્રોડ વ્યક્તિએ વચ્ચે વાતચીત ચાલુ થઇ ત્યારબાદ વ્યક્તિને યુવતીને વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે, તે લાખો રૂપિયામાં લાખો રૂપિયા હારી ગયો હોયમ તે ઘરે કહી શકે એમ નથી. ત્યારબાદ તેને યુવતીને લખ્યું હતું કે, તેને લાખો રૂપિયાની જરૂર છે.
આ યુવતી પણ ફ્રોડ વ્યક્તિની વાતોમાં આવી ગઈ હતી. અને તુરંત જ તેને 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. પરંતુ થોડા સમય બાદ યુવતીને ભાન થયું હતું કે, તે છેતરપિંડીનો ભોગ બની છે.
આજે કોઈ પણ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં કોઈ સેલિબ્રિટીના એકાઊંન્ટ પરથી મેસેજ આવે તો સૌથી પહેલા એ જાણવાનું કે આ એકાઉન્ટ વેરી ફાઈ છે કે નહિ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.