રણબીર કપૂરના જન્મ દિવસની પાર્ટીમાં કડક સુરક્ષા વચ્ચે પહોંચ્યો આકાશ અંબાણી,”આને કહેવાય ઠાઠ !” જુઓ વીડિયો

અંબાણી હોય એટલે કંઈ ન ઘટે, આટલા બધા ગાડીના કાફલા સાથે આકાશ અંબાણી રણબીર કપૂરના ઘરે પહોંચ્યો, ટાઈટ સિક્યુરિટીનો વીડિયો આવી ગયો સામે

બૉલીવુડ સેલેબ્સની પાર્ટીઓ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ અને તેમાં પણ જયારે કોઈ સેલેબનો જન્મ દિવસ હોય ત્યારે અન્ય સેલેબ્સ જ નહિ ચાહકો પણ તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે ગઈકાલે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. લગ્ન પછી રણબીર કપૂરનો આ પહેલો જન્મદિવસ હતો. આ વખતે અભિનેતાએ પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો.

રણબીરે પોતાના જન્મદિવસના અવસર પર બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તમામ હસ્તીઓ જોવા મળી હતી. મોડી રાત્રે ઘણા સ્ટાર્સ ગિફ્ટ લઈને અભિનેતાના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. અભિનેતાની બર્થડે પાર્ટીમાં હાજરી આપવા માટે મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી પણ શાહી ઠાઠ સાથે પહોંચ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

રણબીર કપૂરના જન્મદિવસની પાર્ટીમાં આકાશ અંબાણીની ગ્રાન્ડ એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આકાશ અંબાણી રણબીર કપૂરનો ખાસ મિત્ર છે અને તે લગભગ દરેક ફંક્શનમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં રણબીરના ખાસ મિત્ર આકાશ અંબાણીએ અભિનેતાની બર્થડે પાર્ટીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ દરમિયાન આકાશ અંબાણી સાથે ઘણા સુરક્ષા ગાર્ડ જોવા મળ્યા હતા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આકાશ અંબાણીની કારની આગળ અને પાછળ ઘણા વાહનો છે. આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “શું ઠાઠ છે તેમના “. તો બીજાએ લખ્યું, “આટલી બધી સુરક્ષા કેમ ભાઈ”. આ ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યું, “આટલી કડક સુરક્ષા સાથે રણબીરના ઘરે જવાની જરૂર નથી”.

તમને જણાવી દઈએ કે, આકાશ અંબાણી સિવાય રોહિત ધવન, શાહીન ભટ્ટ, કરણ જોહર, અયાન મુખર્જી જેવા સ્ટાર્સે પણ રણબીરની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર છેલ્લે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર પણ ખુબ જ સફળ નીવડી. છેલ્લા ઘણા સમયથી બૉયકૉટ ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, ત્યારે આ બધા વચ્ચે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” હિટ રહી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel