લગ્નના 1 મહિના બાદ પ્રિવેડિંગ ફંક્શનની તસ્વીર થઇ વાયરલ, શ્લોકાને હિંચકો ઝુલાવતા નજરે આવ્યા આકાશ અંબાણી

0

9 માર્ચના રોજ મુંબઈમાં આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા હતા. આ શાહી લગ્નમાં દેશ અને વિદેશની બધી મોટી વ્યક્તિઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. લગ્ન પહેલા સ્વિટ્ઝર્લૅન્ડમાં પ્રિવેડિંગ ફંક્શન રાખવામાં આવ્યું હતું. આ ફંક્શન સેન્ટ મોરિટ્ઝમાં થયું હતું. આ ફંકશનના કેટલાક ફોટા હવે સામે આવ્યા છે.

Image Source

એક તસ્વીરમાં શ્લોકા હિંચકા પર બેઠી છે અને આકાશ તેની સાથે ઉભા છે. તે બંને એકબીજાની આંખોમાં ડૂબેલા જોવા મળે છે. આ દરમિયાન, શ્લોકાએ સિલ્વર કલરના ચણિયાચોળી પહેર્યા છે અને આકાશ મારું કલરના શેરવાનીમાં જોવા મળે છે.

આ સિવાય, આકાશ અને શ્લોકાના ઘણા ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયા છે. અગાઉ શ્લોકાની મહેંદી સેરેમનીની તસવીરો વાયરલ થઇ હતી, જેમાં શ્લોકા અબુ જાની સંદીપ ખોસલાના ડિઝાઈનર મલ્ટીકલર ચણિયાચોળીમાં જોવા મળ્યા હતા.

શ્લોકા સિવાય પણ રાધિકા મર્ચન્ટની તસવીરો પણ સામે આવી છે. પ્રિવેડિંગ ફંક્શનમાં રાધિકા લાલ રંગના ચણિયાચોળીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમની સાથે ડિઝાઈનર અબુ જાની પણ જોવા મળ્યા હતા. રાધિકાની કેટલીક બીજી તસવીરો પણ સામે આવી છે.

આ તસવીરો ક્યા ફંક્શનની છે, એ વાતની જાણકારી નથી મળી શકી, પણ રાધિકા કાળા રંગના મેટાલિક ગાઉનમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ખબરોની માનીએ તો રાધિકા મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here