પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશનમાં રોમેન્ટિક થયા આકાશ અંબાણી- શ્લોકા મહેતા, નવવિવાહિત યુગલનો કપલ ડાન્સ થયો વાયરલ, જુઓ વિડીયો

0
Advertisement

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. શનિવારે 9 માર્ચના રોજ બંનેના લગ્ન જિયો સેન્ટરમાં થયા. લગ્ન બાદ ગઈરાતે આ નવવિવાહિત યુગલનું પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું.આ પાર્ટીમાં બોલિવૂડ, બિઝનેસ, ખેલ, રાજનીતિ જગતથી જોડાયેલી વ્યક્તિઓ હાજર રહી હતી.

આ પાર્ટીમાં એક પ્રાઇવેટ કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આકાશ અને શ્લોકા એકબીજાના હાથમાં હાથ નાખીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં એરિકન બેન્ડ મરૂન 5 એ પણ પરફોર્મ કર્યું હતું.

આકાશ અને શ્લોકાનો આ કપલ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકો છો કે એડમ લેવિનનું પ્રખ્યાત ગીત ‘she will be loved’ ગાઈ રહયા છે, જેના પર આકાશ અને શ્લોકા એકબીજાના હાથમાં હાથ નાખીને ડાન્સ કરતા દેખાઈ રહયા છે.

આ સિવાય આ પ્રસંગે બીજા ઘણા કાર્યક્રમોનું આયોજન હતું, જેમાં નીતા અંબાણીએ પણ પરફોર્મ કર્યું હતું. જણાવી દઈએ કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં અને લગ્ન પછી આ પાર્ટીમાં બોલિવૂડની હસ્તીઓ હાજર રહી હતી. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જુહી ચાવલા, કરીના કપૂર, કરણ જોહર સહીત ઘણા લોકોએ હાજરી આપી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here