હોળી પર ટોપલેસ થઇ આ એક્ટ્રેસ, ગુલાલ લગાવી પોઝ આપતા થઇ ટ્રોલ, યુઝર્સ બોલ્યા- કંઇક તો શરમ કર…

ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીને કોઈ ઓળખની જરૂર નથી, અભિનેત્રી હિટ ટીવી સિરિયલો અને રિયાલિટી શોનો ભાગ રહી ચુકી છે. તે ગયા વર્ષે ‘બિગ બોસ ઓટીટી 2’માં પણ જોવા મળી હતી. જો કે ટૂંક સમયમાં તે શોમાંથી બહાર થઈ ગઈ હતી પરંતુ જદ હદીદને કિસ કરવાને લઇને તે હેડલાઇન્સમાં રહી હતી.

આકાંક્ષાની ગણતરી બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. ત્યારે હાલમાં જ તેણે હોળીના દિવસે ટોપલેસ તસવીરો શેર કરી સનસની મચાવી દીધી છે. જો કે તેની આ તસવીરો પર યુઝર્સ ગુસ્સે થઇ ગયા છે. આકાંક્ષાએ ટીવી સિરિયલ વિઘ્નકર્તા ગણેશમાં પાર્વતીની ભૂમિકા ભજવી હતી. હોળીની તસવીરોમાં આકાંક્ષા ટોપલેસ જોવા મળી રહી છે, અને તેના શરીર-ચહેરા પર ગુલાલ પણ લગાવેલો છે.

શેર કરેલી તસવીરોમાં તે કેમેરા તરફ જોઈને પોઝ આપી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘ગુલાલ હો… તો લાલ હો…’ આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ બનાવ્યું. અભિનેત્રીએ ચાહકોને પૂછ્યું કે ગુલાલમાં તેમનો પ્રિય રંગ કયો છે. તેણે બધાને હોળીની શુભકામનાઓ પણ પાઠવી હતી. યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં તેને ખરાબ રીતે ટ્રોલ કરી. એકે કહ્યું, ‘આ કેવી હોળી છે ભાઈ ?’

જ્યારે અન્ય એકે લખ્યુ- તમે માતા પાર્વતીની ભૂમિકા ભજવી છે. ઓછામાં ઓછું તમે આજે તો ગરિમા જાળવી હોત. બીજા એકે લખ્યું, ‘આ શું છે, આ બધું આજે ન થવું જોઈતું હતું.’ એક યુઝરે લખ્યું, ‘હેપ્પી હોળી સંસ્કારી દેવી.’ કામની વાત કરીએ તો, હાલમાં ભોજપુરી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યા બાદ આકાંક્ષા ટૂંક સમયમાં જ શો ‘શ્રંગારિકા’માં જોવા મળશે.

તે આ શોમાં આભાના રોલમાં જોવા મળશે. આકાંક્ષાએ તમિલ ફિલ્મ એલેક્સ પાંડિયનથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે સાઉથ અને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું. તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.

Shah Jina