એક્ટ્રેસ આકાંક્ષા દુબેના પેટમાંથી મળ્યું આવું આવું…..પરિવારે ઉઠાવ્યા પોસ્ટમોર્ટમ પર સવાલ – ખુલાસો સાંભળીને રૂંવાટી ઉભી થઇ જશે 

ભોજપુરી એક્ટ્રેસ આકાંક્ષા દુબેના કથિત સુસાઇડ કેસની ગુથ્થી તો ઉલજતી જઇ રહી છે. આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આકાંક્ષાએ રાત્રે જે પાર્ટીમાં હાજરી આપી હતી ત્યાં દારૂ પીધો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિનેત્રીના પેટમાંથી ન તો પદાર્થ મળ્યો ન તો કોઈ પ્રકારનું પ્રવાહી. ત્યારે આકાંક્ષાના પરિવારને શંકા છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે કારણ કે તેઓએ શરીર પર ઈજાના નિશાન પણ જોયા હતા.

આ સાથે પરિવારે અભિનેત્રીના પેટમાંથી મળી આવેલા ભૂરા પદાર્થ વિશે પણ પૂછ્યું હતું. આકાંક્ષા દુબેના મોત બાદ ડોક્ટર્સ દ્વારા જારી કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ક્લીનચીટ આપવામાં આવી હતી કે તેમાં કંઈ પણ શંકાસ્પદ નથી અને તે સંપૂર્ણ આત્મહત્યા હોવાનું જણાય છે. પરંતુ આ અહેવાલ પર આકાંક્ષાના પરિવાર અને વકીલે મોટા સવાલો ઉઠાવ્યા છે, જે બાદ ફરી એકવાર આ મોતનો મામલો ચર્ચામાં આવ્યો છે. આકાંક્ષાની માતા મધુ દુબેના વકીલે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે કે અભિનેત્રીના પેટમાં ન તો ખોરાક મળ્યો ન તો કોઈ પ્રકારનું પ્રવાહી.

પરંતુ પેટમાંથી ભૂરા રંગનો પદાર્થ મળી આવ્યો છે. તે શું છે તે વિશે કંઈ કહેવામાં આવતું નથી. એડવોકેટે કહ્યું કે જો અભિનેત્રીના પેટમાંથી ખરેખર કંઈ મળ્યું નથી તો તે ભૂરા રંગનો પદાર્થ કયો છે. આ 20ml પદાર્થ વિશે કેમ કંઈ કહેવાઈ રહ્યું નથી. વકીલે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવાની માંગ કરી છે. આકાંક્ષાના મ્યુકસ મેંબ્રેન ઓફ સ્ટમક ચોક્ડ મળ્યુ. વકીલે જણાવ્યું કે આકાંક્ષા દુબેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના કાંડા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે.

જ્યારે પોલીસે તેના શરીર પર કોઈ ઈજાના નિશાન ન હોવાનું જણાવ્યું હતું. જો કે, તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે આકાંક્ષા લાંબા સમયથી ભોજપુરી સિંગર સમર સિંહ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી. મોતના થોડા સમય પહેલા જ બંનેનું બ્રેકઅપ થયું હોવાનું સામે આવ્યુ અને શક્ય છે કે આ કારણે અભિનેત્રીએ આત્મહત્યા કરી હોય. પોલીસને શંકા હતી કે સમરના કારણે આકાંક્ષા માનસિક દબાણમાં આવી હશે.

હત્યા અંગે શંકા વ્યક્ત કરતાં પોલીસે કહ્યું હતું કે આકાંક્ષાનું મોત ફાંસીથી થયું હતું. તેની સાથે કોઈ જબરદસ્તી કરવામાં આવી ન હતી. કેસમાં બેદરકારી જોઈને એડવોકેટ શશાંક શેખર ત્રિપાઠીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને સીબીઆઈ અથવા સીબી-સીઆઈડી તપાસની માંગ કરી છે. વકીલે શંકા વ્યક્ત કરી છે કે આકાંક્ષાનું મોત આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. વકીલે પત્રમાં કેટલાક મુદ્દાઓ પર મુખ્યમંત્રીનું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.

Shah Jina