હોટલના રૂમમાં પોતાને ફાંસીના ફંદે લટકાવી દેનારી અભિનેત્રીનો વધુ એક વીડિયો થયો વાયરલ, આ વ્યક્તિ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ

પહેલા ફૂટી ફૂટીને રડી, સુશાંતની જેમ જ લટકી જનાર સુંદર હિરોઈનનો વધુ એક વીડિયો આવ્યો સામે, બોલી..”મને જો કઈ થયું તો તેનું જવાબદાર…”

દેશભરમાં આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. સામાન્ય માણસોની જેમ સેલેબ્સ પણ કોઈની માનસિક હેરાનગતિ કે કોઈ અન્ય કારણને લઈને આપઘાત કરી લેતા હોય છે અને તેમના મોત બાદ ચકચારી પણ મચી જતી હોય છે. થોડા સમય પહેલા જ ભોજપુરી અભિનેત્રી અભિનેત્રી આકાંક્ષા દુબેએ હોટલના રૂમમાં જ પોતાને ફાંસી લગાવી લીધી હતી, ત્યારે હવે આ મામલે એક નવો વળાંક પણ સામે આવ્યો છે, આકાંક્ષાનો એક નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

અભિનેત્રી આકાંક્ષા દુબેનો એક સનસનાટીભર્યો વીડિયો અને કેટલીક તસવીરો સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અને તસવીરો આવ્યા બાદ ભોજપુરી સિંગર સમર સિંહ માટે બચવું મુશ્કેલ થઈ શકે છે. પોલીસ દ્વારા સમર સિંહની ધરપકડ થઈ ચૂકી છે. આ વીડિયોમાં આકાંક્ષા રડી રહી છે અને તેની હત્યાનો ડર વ્યક્ત કરી રહી છે. જો તેને કંઈ થશે તો સમર સિંહ જવાબદાર રહેશે.

વીડિયોમાં આકાંક્ષા ખૂબ જ બેતાબ દેખાઈ રહી છે. તે એમ પણ કહે છે કે હવે દુનિયામાં નથી રહેવું. વીડિયો સાથે જે તસવીરો પણ સામે આવી છે. તેમાં આકાંક્ષાના ચહેરા પર ઈજાના ઘણા નિશાન દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે કોઈએ તેને ખરાબ રીતે માર માર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો હવે આકાંક્ષાના મોત સાથે જોડાયેલા કેસમાં મહત્વનો પુરાવો બની શકે છે.

આકાંક્ષાનો મૃતદેહ 26 માર્ચે સારનાથની એક હોટલમાં લટકતો મળી આવ્યો હતો. તે દિવસે આકાંક્ષા વારાણસી નાતી ઇમલીમાં શૂટિંગ કરી રહી હતી. એક દિવસ પહેલા જ આકાંક્ષા એક પાર્ટીમાંથી હોટેલમાં પાછી આવી હતી. સવારે જ્યારે તેને શૂટિંગ માટે બોલાવવામાં આવી ત્યારે કોલ રિસીવ થયો ન હતો. આના પર હોટલના સ્ટાફે પોલીસની હાજરીમાં માસ્ટર કી વડે દરવાજો ખોલ્યો તો અંદર આકાંક્ષાનો મૃતદેહ લટકતો જોવા મળ્યો.

Niraj Patel