મોતને વહાલું કરતા બિચારી અભિનેત્રી ધ્રુસકેને ધ્રુસકે રડતી જોવા મળી, વીડિયો આવ્યો સામે

ભોજપુરી સિનેમા જગતમાં રવિવારે તે સમયે સનસની ફેલાઇ ગઇ જ્યારે ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી આકાંક્ષા દુબેની આત્મહત્યાની ખબર સામે આવી. આકાંક્ષા દુબેની આત્મહત્યાથી બધા હેરાન છે. આકાંક્ષા દુબેની લાશ રવિવારના રોજ વારાણસીની એક હોટલમાંથી મળી. પોલિસને આશંકા છે કે અભિનેત્રીની મોત આત્મહત્યાને કારણે થઇ છે. પોલિસે કહ્યુ કે, લાશને પીએમ માટે મોકલી દેવાઇ છે.

એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ જણાવ્યુ કે, પહેલી નજરના રીપોર્ટથી તો લાગે છે કે આ આત્મહત્યાનો મામલો છે, પણ મોતના કારણો સુનિશ્ચિત કરવા પોસ્ટમોર્ટમ માટે લાશને મોકલી દેવાઇ છે. ભોજપુરી સ્ટાર આકાંક્ષા દુબેનું દુનિયામાંથી આવી રીતે ચાલ્યુ જવું એ કોઇને રાસ નથી આવી રહ્યુ. ત્યારે આ વચ્ચે આકાંક્ષા દુબેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે બસ ખાલી ચુપચાપ જોવા મળી રહી છે.

તેની આવી હાલત જોઇ તેના ફોલોઅર્સ પણ પૂછી રહ્યા છે કે તેને શું થયુ છે. આ વીડિયો આકાંક્ષા દુબેનો છેલ્લો ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો જણાવવામાં આવી રહ્યો છે જે તેણે શનિવારે રાત્રે કર્યુ હતુ. આ વીડિયોમાં જોઇ શકાય છે કે આકાંક્ષા દુબે ઉદાસ લાગી રહી છે અને તેનું રડવું એ રીતનું છે કે ખબર પડી રહી છે કે તે ઘણી તૂટી ગઇ છે અને કદાચ તેને જ કારણે આકાંક્ષાએ પોતાનો જીવ લઇ લીધો છે. આકાંક્ષાના લાઇવ વીડિયોથી એવું લાગી રહ્યુ છે કે તે કોઇના કોઇ વાતે પરેશાન ચાલી રહી હતી.

જેને કારણે તેણે મોતને ગળે લગાવી લીધી. આકાંક્ષા જ્યારે તેના રૂમમાં લટકેલી હાલતમાં મળી ત્યારે હોટલ સ્ટાફે પોલિસને ફોન કર્યો. આકાંક્ષાએ ભોજપુરી સિનેમા, સંગીત અને ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેના ઇન્સ્ટાગ્રામ પર સારા એવા ફોલોઅર્સ પણ હતા અને તેના વીડિયો ઘણા પોપ્યુલર પણ હતા. આકાંક્ષા ભદોઇની રહેવાસી હતી, તેણે મેરી જંગ મેરા ફેસલા સાથે ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી હતી.

તે મુજસે શાદી કરોગી (ભોજપુરી), વીરો કે વીર અને ફાઇટર કિંગ સહિત બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. આકાંક્ષા નાની ઉંમરે પોતાની એક્ટિંગ સાથે ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવામાં કામયાબી હાંસિલ કરી હતી. પર્સનલ લાઇફમાં આકાંક્ષા તેના કો-એક્ટર સમર સિંહ સાથે રિલેશનમાં હતી, તેણે વેલેન્ટાઇન ડે 2023 પર તસવીર શેર કરી એક ખૂબસુરત કેપ્શન પણ લખ્યુ હતુ.

Shah Jina