આત્મહત્યા કરનાર આકાંક્ષાને હોટલ સુધી પહોંચાડનાર વ્યક્તિ આખરે કોણ હતો ? CCTV ફુટેજ આવ્યા સામે…

કોણ હતો બ્લેક ટી શર્ટ વાળો એ વ્યક્તિ જે સીડીઓ પર આવી હાલતમાં હતા, શું કરતા હતા બંને…..ખુબસુરત હિરોઈનના કેસમાં  CCTV સામે આવ્યા, જુઓ તમે પણ

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના મોતનો મામલો ઘણો ચર્ચામાં છે અને આ મામલે દિવસેને દિવસે કંઇને કંઇ ખુલાસા સામે આવી રહ્યા છે. વારાણસીના સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની હોટલમાં રવિવારે રાત્રે ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ આપઘાત કરી લીધો હતો. અભિનેત્રીના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે 25 માર્ચે વારાણસીના સારનાથમાં સોમેન્દ્ર હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે.

પરંતુ આકાંક્ષાની માતાએ ભોજપુરી ગાયક સમર સિંહ અને તેના એક સહયોગી સંજય સિંહ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. જેને લઈને મામલો વધુ ઊંડો થઈ રહ્યો છે. આ કેસમાં એક પછી એક અનેક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે અભિનેત્રીના મોત મામલે હોટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ અડધી રાત્રે આકાંક્ષા દુબે સાથે હોટલ પહોંચ્યો, પછી તેને હોટલના રૂમમાં લઈ ગયો અને હોટલના રૂમમાં થોડો સમય રહ્યો પણ હતો.

ફૂટેજમાં આકાંક્ષા સાથે યુવક બ્લેક ટી-શર્ટમાં જોવા મળે છે, તે કારમાંથી નીચે ઉતરી અભિનેત્રી સાથે હોટલના રૂમમાં જાય છે અને સીડી પર યુવક આકાંક્ષાને સંભાળતો પણ જોવા મળે છે. ત્યારબાદ બંને રિસેપ્શન કાઉન્ટરમાંથી રૂમ નંબર 105 તરફ જાય છે જ્યાં અભિનેત્રી મૃત મળી આવી હતી. હોટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર યુવક આકાંક્ષાના રૂમમાં લગભગ 17 મિનિટ રોકાયો હતો અને પછી જતો રહ્યો હતો. હવે સવાલ એ છે કે તે વ્યક્તિ કોણ છે જે આકાંક્ષાને રૂમમાં મૂકવા આવ્યો હતો. જણાવી દઈએ કે CCTV ફૂટેજમાં દેખાતા વ્યક્તિનું નામ સંદીપ સિંહ જણાવાવમાં આવી રહ્યુ છે.

સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ આકાંક્ષા દુબેના પરિવારજનો પૂછી રહ્યા છે કે પોલીસે સંદીપ સિંહને પૂછપરછ પછી કેવી રીતે છોડી દીધો ? સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સંદીપ સિંહે આકાંક્ષાને માત્ર હોટલમાં ઉતારી નહીં પરંતુ હોટલના રૂમમાં પણ ગયો અને રૂમમાં 17 મિનિટ રોકાયા બાદ તે હોટલમાંથી નીકળ્યો. ઉલ્લેખનીય છે કે, આકાંક્ષાની માતાએ ભોજપુરી ગાયક સમર સિંહ અને તેના ભાઈ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. સમર સિંહની શોધમાં વારાણસી, આઝમગઢ તેમજ મુંબઈ-પટનામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસે ગાયક સમર સિંહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. પોલીસને શંકા છે કે સમરસિંહ વિદેશ ભાગી ગયો છે.

Shah Jina