ગુજરાતની જનતા માટે હવે એક ખુશખબર છે. જો તમને એડવેન્ચર રાઈડસની મજા માણવી ગમતી હોય તો હવે છેક મુંબઈ અને પુણે જવાની બિલકુલ જરૂર નહી પડે. હૂબહૂ એસેલ વર્લ્ડ અને ઈમેજીકા જેવો જ એક થીમ પાર્ક આપણાં ગુજરાતમાં પણ આકાર લઈ લીધો છે. વડોદરા પાસે આવેલ આજવામાં પૂરા 125 કરોડના ખર્ચે થીમ પાર્ક બની ગયો છે.

આ થીમ પાર્ક ખૂબ જ પ્રખ્યાત ડિઝનીલેન્ડની રૂપરેખા પર બનાવવામાં આવ્યો છે. વિદેશોના જાણીતા થીમ પાર્કસની બરોબરી કરી શકે એવી આ પ્રવાસન સુવિધાનુ નિર્માણ ગુજરાત રાજય પ્રવાસન નિગમ, વડોદરા મહાનગરપાલિકા અને પી.પી.પી. મોડલ હેઠળ કરવામાં આવ્યું છે. આતાપી વડરલેન્ડ પાર્કમાં એસેલ વર્લ્ડ અને ઈમેજીકા જેવી જ એક બે નહી પણ 40 રાઇડ્સ હશે.

આતાપી વડરલેન્ડ પાર્કમાં ઘણી બધી એડવેંચર રાઈડસ, કિડ્સ તેમજ થ્રીલર રાઈડસ પણ ઘણી જોવા મળશે. આ પાર્કની ટીકીટનો ચાર્જ 150 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધીનો રાખવામા આવેલો છે. આ પાર્કની જે પણ આવક થશે એ બધી જ વડોદરા મહાનગર પાલિકાને આધીન હશે. આખા વિશ્વનું એવું એકમાત્ર આ થીમ પાર્ક હશે જે સરોવરની બાજુમાં બનેલો હોય.

અહીં બોટિંગની સુવિધાઓ છે જેનો રેટ એકદમ ઓછો રાખવામા આવ્યો છે. આ પાર્કમાં બાળકો માટે એક અલગ જ કિડ્સ ઝોન બનાવવામાં આવ્યું છે અને અહીં હૂબહૂ ડાયનોસોરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ થીમ પાર્કમાં 40 રાઈડસ ઉપરાંત ફુવારા, તગાડા રાઈડસ, જાયન્સ સ્વિંગ, પેંડ્યુલમ જેવી આકર્ષક રાઈડસ મૂકવામાં આવી છે. 75 એકર જેટલી જમીન પર બનાવવામાં આવેલા આ પાર્કમાં છોટા ભીમ પાર્ક અને લેઝર મ્યુઝિકલ ફુવારા વૃંદાવન પાર્ક પણ છે

એડવેંચર એમ્યુઝમેન્ટ થીમ એન્ડ એડવેન્ચર પાર્ક ઓફ ઈંડિયા (AATAPI) નામ આપવામાં આવ્યું છે. આ પાર્કનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમારોહમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ, ગણપત વસાવા, અને સૌરભ પટેલે હાજરી આપી હતી.

પેકેજ ડિટેલ:
આ પાર્ક માટે જુદી-જુદી કિંમતે જુદા જુદા પેકેજીસ અવેલેબલ છે, જેમાં ફાસ્ટ ટ્રેક પેકેજ, ગોલ્ડ ક્રાઉન પેકેજ, સિલ્વર ક્રાઉન પેકેજ, ગોલ્ડ પેકેજ અને સિલ્વર પેકેજનો સમાવેશ થાય છે. જેમાં બાળકો અને મોટાઓ માટે જુદી જુદી રાઇડ્સ અને જુદી જુદી ટિકીટની કિંમતો છે.
સિલ્વર અને ગોલ્ડ પેકેજ ડિટેઇલ:

બુકિંગ કરાવવા માટે વિઝીટ કરો: http://aatapiwonderland.com/Packages.aspx
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks