વ્હીલચેર ઉપર આવી હાલતમાં નજર આવી અજય દેવગનની સાસુ, મમ્મીને આ રીતે સાચવતી જોવા મળી કાજોલ, જુઓ તસવીરો

બૉલીવુડ અભિનેતા અજય દેવગનની પત્ની કાજોલ હાલમાં ખુબ જ ટ્રાવેલિંગ કરતી જોવા મળી રહી છે. જેના કારણે તેને વારંવાર એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાન તેની સાથે તેની માતા અને એક સમયની ખ્યાતનામ અભિનેત્રી તનુજાને પણ જોવામાં આવી. આ દરમિયાન માતા અને દીકરી વચ્ચેના એક સુમધુર પ્રેમના પણ દર્શન થયા.

સામે આવેલી તસ્વીરોમાં કાજોલ સ્ટાઈલિશ કપડાં અને આરામદાયક કપડામાં નજર આવી રહી હતી. આ લુક એવો હતો જેને મહિલાઓ ખુબ જ સરળતાથી ફોલો કરી શકે છે. અને પોતાનું ટ્રાવેલ સ્ટાઇલ અપગ્રેડ કરી શકે છે. આ દરમિયાન કાજોલની ઘણી તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

તો કાજોલની માતા તનુજાએ હાલમાં જ પોતાનો 78મોં જન્મ દિવસ મનાવ્યો હતો, જેની ઘણી તસવીરો પણ સામે આવી હતી. હઝાળમાં જ જન્મ દિવસ મનાવીને તનુજા તેમની બંને દીકરીઓ કાજોલ અને તનિષા મુખર્જી સાથે  મુંબઈ પરત ફરી. એરપોર્ટ ઉપરથી તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

તનુજાની સામે આવેલી તસ્વીરોમાં તે વ્હીલચેર ઉપર બેઠેલી નજર આવી રહી છે અને તેમની આગળ તેમની બન્ને દીકરીઓ ચાલતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે તનુજાને ચાલવામાં કોઈ તકલીફ નથી પરંતુ એરપોર્ટથી નીકળી અને પોતાની ગાડી સુધી પહોંચવા માટે ઘણો લાંબો રસ્તો પાર કરવો પડે તેમ હતો જેના કારણે તેમને વ્હીલચેરનો સહારો લીધો હતો.

આ દરમિયાન કાજોલ પણ તેની માતાનું ખુબ જ ધ્યાન રાખતી જોવા મળી હતી. કાજોલે આ દરમિયાન ક્રીમ રંગનું ટોપ પહેરી રાખ્યું હતું. જેમાં વી નેકલાઇન હતી અને રેપ્ડ પેટર્ન હતી. ફૂલ સ્લીવના આ ટોપની અંદર કાજોલ ખુબ જ સુંદર લાગી રહી હતી. તેને ગોગલ્સ અને ચેહરા ઉપર માસ્ક પણ લગાવી રાખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

તમને જણાવી દઈએ કે કાજોલે હાલમાં સિલ્વર સ્ક્રીનથી દુરી બનાવી લીધી છે અને તે પોતાનો મોટાભાગનો સમય પોતાના પરિવારને આપી રહી છે. કાજોલ હવે વર્ષમાં એકાદ ફિલ્મની અંદર નજર આવશે.એરપોર્ટ ઉપર કાજોલ અને તેની બહેને ફોટોગ્રાફરને પોઝ પણ આપ્યા હતા.

Niraj Patel