અમિતાભ બચ્ચનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના શહેનશાહ કહેવામાં આવે છે. અમિતાભને બોલીવુડમાં આવ્યા તેને 50 વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે. અમિતાભની 50 વર્ષની કરિયરમાં ક્યારે પણ તેના ભાઈ અજિતાભનું નામ નહીં સાંભળ્યું હોય.અજિતાભ તેના મોટા ભાઈ અમિતાભ કરતા 5 વર્ષ મોટા છે.

અજિતાભ બધા સેલિબ્રિટીના ભાઈ-બહેનથી થોડા અલગ છે.72 વર્ષીય અજિતાભ જાણીતા બિઝનેશમેન છે.આ પહેલા તે 15 વર્ષ સુધી લંડનમાં રહીને બિઝનેસ કરતા હતા.

અજિતાભના લગ્ન રમોલા સાથે થયા હતા. રમોલા એક બિઝનેસવુમેન અને સોસલાઇટ છે. લંડનમાં તેને પાર્ટીઓની શાન કહેવામાં આવે છે.જયારે 2007માં અમિતાભ-અજિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચનનું નિધન થઇ ગયું ત્યારબાદ અજિતાભ ભારતમાં શિફ્ટ થઇ ગયા હતા.અજિતાભ-રમોલાને ચાર બાળકો છે.

જેમાં ત્રણ પુત્રીઓ નીલિમા,નમ્રતા, નૈના જયારે એક પુત્ર ભીમ છે. નૈનાએ 2015માં કૃણાલ કપૂર સાથે લગ્ન કર્યા હતા. ભીમ એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હોય તે ન્યુયોર્કમાં રહે છે. તે પણ થોડા વરસો પહેલા જ ભારતમાં શિફ્ટ થયા હતા. તો પુત્રી નમ્રતા એક આર્ટિસ્ટ છે. તે મુંબઈ-દિલ્લીમાં તેના પેઈન્ટિંગ્સ અને એક્ઝિબિશન કરે છે.

જણાવી દઈએ કેઅજિતાભનો પૂરો પરિવાર લાઇમલાઈટથી દૂર છે. અમિતાભ-અજિતાભ ઘણા વર્ષો સુધી એકબીજાથી દૂર રહ્યાં છે. બન્ને પોટ-પોતાના કામમાં વ્યસ્ત રહે છે. પરંતુ બંનેમાં બેહદ પ્રેમ અને દોસ્તી છે.
કમાણીની વાત કરવામાં આવે તો અજિતાભ પણ અમિતાભથી પાછળ નથી. લંડનમાં રહીને તેને પણ ખુબ જ પૈસા અને નામ કમાયું છે.

હાલ અજિતાભની ગણના ભારતના મોટા બિઝનેસમેન તરીકે કરવામાં આવે છે. અજિતાભ અને તેની પત્ની રમોલા અમિતાભની બધી જ ફિલ્મો જુએ છે. જેમાં શોલે અને દીવાર તેની ફેવરિટ ફિલ્મ છે. એક ઇન્ટરવ્યૂમાં અજિતાભની પત્ની રમોલાએ કહ્યું હતું કે, જયારે પણ અમિતાભ અને અમારો પરિવાર મળે છે, ત્યારે અમે ખુબ જ આનંદ લઈએ છીએ. અમિતાભના ઘર પર હંમેશા અમે બધા હસી મજાક કરતા હોય છે.

આ રીતે અજિતાભ અને અમિતાભના બાળકો પણ હંમેશા એકબીએ સાથે કોન્ટેક્ટમાં રહે છે. અજિતાભની પત્ની રમોલા લંડનમાં સક્સેસફુલ લેડી છે. 2014માં તેને એશિયન ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.