IPLમાં ફ્લોપ રહેલા કોલકાત્તાના આ ખેલાડીએ બાયોબબલમાંથી બહાર આવતા જ પોતાના માટે ખરીદી ચમચમાતી લક્ઝુરિયસ કાર, જુઓ

IPLનો રોમાંચ હવે છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયો છે, પ્લે ઓફ માટે 3 ટીમો નક્કી થઇ ગઈ છે, જયારે હજુ ચોથા ક્રમાંક માટે જંગ ચાલુ છે. આજે દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચમાં જો દિલ્હી જીતી જશે તો તે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની જવાની છે અને જો મુંબઈ જીતશે તો રોયલ ચેલેન્જર્સ બેગલુરુ પ્લેઓફમાં પહોંચશે.

આ વર્ષે આઈપીએલમાં યુવા ખેલાડીઓએ ખુબ જ શાનદાર પ્રદર્શન બતાવ્યું, પરંતુ નામી ખેલાડીઓ કોઈ મોટો કમાલ કરી શક્યા નહીં. સિઝન 15માં એક ભારતીય ખેલાડી હતો જેણે સિઝનમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીને ભારતીય ટીમમાં વાપસી કરવા માટે સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શનની જરૂર હતી, પરંતુ આ ખેલાડી નિષ્ફળ ગયો. ભલે આ ખેલાડી માટે IPLની સિઝન ખરાબ રહી, પરંતુ હાલમાં જ આ ખેલાડીએ એક મોંઘી કાર ખરીદી છે, જેની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.

ભારતીય ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેના કાર કલેક્શનમાં વધુ એક કારનો ઉમેરો થયો છે. અજિંક્ય રહાણેએ તાજેતરમાં નવી BMW 6 સિરીઝ ખરીદી છે. તેણે BMW કારના સિરીઝ 6 મૉડલનું 630i M સ્પોર્ટ વેરિઅન્ટ ખરીદ્યું છે, જે એક સ્પોર્ટ્સ કાર છે અને તેને ગયા વર્ષે જ લૉન્ચ કરવામાં આવી હતી. અજિંક્ય રહાણે IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમી રહ્યો હતો. અજિંક્ય પણ ઈજાના કારણે સિઝનના અંતમાં આઈપીએલમાંથી બહાર થઈ ગયો હતો.

અજિંક્ય રહાણેની આ કારની એક્સ-શોરૂમ કિંમત લગભગ 70 લાખ રૂપિયા છે. BMW કાર સિવાય અજિંક્ય પાસે સફેદ રંગની Audi Q5 પણ છે, આ કારનો રંગ પણ સફેદ છે. અજિંક્ય રહાણે ઉપરાંત ભારતીય યુવા ક્રિકેટર પૃથ્વી શૉએ પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં સફેદ રંગની BMW 630i M Sport ખરીદી હતી.

Niraj Patel