રાજકોટની હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર વાયુવેગે પ્રસરાઈ રહ્યા છે. આ ગોજારી ઘટનાની અંદર 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ એક વ્યક્તિ ગંભીર છે. ત્યારે આ બધામાં એક વ્યક્તિ આ હોસ્પિટલમાં સાક્ષાત હનુમાનજી બનીને આવેલો જોવા મળ્યો.
હોસ્પિટલમાં કામ કરતા એક વ્યક્તિ અજય વાઘેલા એ આગ લાગવા દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓને એક પછી એક એમ કુલ 7 લોકોને પોતાના ખભા ઉપર આગમાંથી બહાર લઇ જઈને તેમને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા.
ત્યારે આ બાબતે અજય વાઘેલા જણાવે છે કે: “અમુક દર્દીઓનું વજન વધુ હતું. ઊંચકીને બે માળ ચઢી શકાય એવી સ્થિતિ ન હતી. આમ છતાં ભગવાનનું નામ લઈને કોરોનાના દર્દીને ખભા પર ઊંચકીને વારાફરતી છેક અગાશી સુધી મૂકી આવ્યો.”
અજયની આ બહાદુરીના કારણે સાતેય દર્દીઓનો આબાદ બચાવ થયો હતો. આ 7 દર્દીઓને આગ કાબુમાં આવ્યા બાદ ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓ દ્વારા અજયના આ સાહસી કાર્યની પ્રસંશા કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 5 હતભાગીઓના મોત નિપજ્યા હતા. જયારે ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા. અહીં 33 દર્દી સારવાર લઇ રહ્યા હતા. બચાવી લેવામાં આવેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.
Gujarat: Five people died after a fire broke out at Shivanand COVID Hospital in Rajkot, last night.
CM Vijay Rupani has ordered a probe into the incident. The cause of the fire is yet to be ascertained. pic.twitter.com/aRXrGrD3NQ
— ANI (@ANI) November 27, 2020