બોલીવુડના અભિનેતાઓથી ઘેરાયેલી ફિલ્મ “સૂર્યવંશી”નું ટ્રેલર લોન્ચ થયું એ પ્રંસંગે ફિલ્મના સ્ટારકાસ્ટ હાજર રહેલા જોવા મળ્યા, આ દરમિયાન જ એક પત્રકારે અજય દેવગનને સૈફ અલીખાન સાથેના વિવાદને લઈને એક પ્રશ્ન પૂછી લીધો જેનો અજય દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તે અત્યારે ખાસો ચર્ચામાં ચાલી રહ્યો છે.

ફિલ્મી અભિનેતાઓ વચ્ચે નાના મોટા ઝગડા થતા રહે છે, અને કેટલીકવાર કેટલાક ઝગડા એકબીજા વચ્ચે વર્ષો સુધી અબોલા પણ લેવડાવી દે છે જેનો સીધી અસર તેમની કારકિર્દી ઉપર પણ પડી શકે છે, હાલમાં જ ફિલ્મ “તાનાજી”ને લઈને ચાલી રહેલા એક વિવાદમાં ફિલ્મના અભિનેતા અજય દેવગન અને સૈફ અલી ખાન વચ્ચે થોડી બોલચાલ ચાલી રહી છે.
આ સંદર્ભે જ ફિલ્મ “સૂર્યવંશી”ના ટ્રેલર લોન્ચ દરમિયાન એક પત્રકારે અજય દેવગનને આ વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે અજયે જણાવ્યું હતું કે: “હું એના ઘરે ગયો અને મેં એને બહુ જ માર્યો, એના પગ પણ તોડી નાખ્યા એટલે એ હવે ચાલી પણ નથી શકતો, તમને જે આ ખબરો મળે છે તેના વિશે હું શું કહું?”

અજયની આ વાત સાંભળીને સૌ હેરાન રહી ગયા હતા, પરંતુ ત્યારબાદ અજયે જણાવ્યું: “એવું કઈ જ નથી અને અમારા બંનેનો સંબંધ પહેલા જેવો જ છે, ખબર નહિ લોકોને આવા સમાચાર ક્યાંથી મળી રહ્યા છે?, પરંતુ આ વાતનો કોઈ આધાર નથી.”

અજય અને સૈફ વચ્ચે વિવાદની ખબરો ત્યારે આવી હતી જયારે સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું: “તાનાજી”ની અંદર ઇતિહાસની ખોટી વ્યાખ્યા છે. કોઈ પણ ફિલ્મની વ્યવસાયિક સફળતામાં ઇતિહાસની ખોટી વ્યાખ્યાનો ઉપકરણના રૂપમાં વપરાશ કરવામાં આવે છે. એ સાચી વાત છે કે એનો પોલિટિકલ તથ્યો સાથે કોઈ મેલ નથી, આને લઈને હું માત્ર એક અભિનેતાના રૂપમાં જ સહમત નથી પરંતુ ભારતીય એક ભારતીયની રીતે પણ નથી, મેં આવી રાજનીતિ ઉપર પહેલા પણ સવાલ ઉભા કર્યા છે,લગભગ હું બીજીવાર આવી વાર્તાઓને લઈને સતર્ક રહીશ.”

સૈફનાં આ નિવેદન બાદ પણ ઘણા લોકોએ તેના દીકરા તૈમૂરના નામ ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા, અને આ વિવાદ સોશિયલ મીડિયા દ્વારા જ વણસ્યો હતો સાથે એવી પણ ખબરો આવી હતી કે અજય અને સૈફ વચ્ચે પણ આ વાતને લઈને વાળ-વિવાદ ચાલી રહ્યો છે.